________________
૧૭૭ તે કાર્યને આપને સેવક કરવાને તૈયાર જ છે. તે સાભળી કુમાર બોલ્યો કે હે સાધક ! હું કાંઈ તમારું માત્ર સાધન કરાવવા તમારી તરફ આવ્યો ન હતો. પર તુ હું તે આ નગરની રક્ષા કરનાર એક માણસ છે, તેથી આ નગરની આસપાસ ચેક કરવા માટે ફર્યા કરું છું. તે આજે રાત્રે રક્ષણ માટે જ્યા ગામની બહારના ઉદ્યાનમાં હું ફરતો હતો, ત્યાં મેં દૂરથી આ પર્વતમા સળગતે અગ્નિ અને ધુમાડો દીઠે, તે જોઈને મે વિચાર કર્યો કે આ તે પર્વતમાં શું હશે ? હું જેવા તે જાઉ? એમ કૌતુથી એકદમ હું અહી આવી બેઠે, ત્યાં તે તમારી મંત્રસિદ્ધિ થઈ તે જોઈને હું અત્યંત ખુશી થયો. કારણ કે તમારું કાર્ય જે થયું છે, તે હું જાણું છું કે મારું જ કાર્ય થયું છે. માટે મારે કાંઈ તમારી પાસેથી લેવુ નથી. આ પ્રકારની તે કુમારની નિસ્પૃડતા જોઈને વિસ્મય પામેલો તે સાધક કહેવા લાગે કે હે પ્રભાવિકકુમાર ! આપ ઉદાર ચિત્તવાલા છે, તેથી કાંઈ પણ લેવા ઈચ્છતા નથી, તથાપિ પ્રાર્થના કરી કિંચિત્ હું અર્પણ કરું છું, તેને કૃપા કરી આપ સ્વીકાર કરે. તે સાંભળી કુમાર બેલ્યો કે કોઈ પણ લેવાની વાત તે તમારે કરવી જ નહિં. કારણ કે તમે તો મારા હાલ ગુરુ થયેલા છે, માટે તમારી પાસેથી મારાથી કાઈ લેવાય જ નહિં. તે સાભળી સાધકે વિચાર્યું જે આ નિસ્પૃહ છે, માટે પ્રત્યક્ષ કે નહિં જ લે તેથી કેઈક યુક્તિથી તેણે કરેલા ઉપકારનો બદલો વાળું, કારણ કે જેના પ્રતાપથી આ મંત્રસાધનરુપ આટલું મોટું મારું કાર્ય પાર પડયું, તેને કોઈ પણ આપ્યા વિના રહેવું, તે ઠીક નહિં ? એમ વિચાર કરી સાધક કહે છે, કે હે સુરજન ! આપ મને ગુરુ તે કહે છે, તે જે મને અંત કરણ પૂર્વક ગુરુ કહેતા હો, તો મારું એક વચન પણ પાળે. ત્યારે નમ્રતાપૂર્વક કુમાર કહે છે, કે જે તમે કહો, તે હું માન્ય કરું ? કારણ કે ગુરુની આજ્ઞાન ભંગ કરવાનું મોટુ પાપ છે. ત્યારે સાધક કહે છે, કે આ મારી પાસે જે પાઠ કરવે કરીને જ સિદ્ધ અને વિસ્મય પમાડે એવી પરાવર્તન નામે વિદ્યા છે, તે વિદ્યા આપ ગ્રહણ કરે. એજ મારું વચન છે. તે સાંભળી કુમારે જાણ્યું કે આ પુરુષને વિદ્યા આપવાને ઘણે જ આગ્રહ છે, માટે આપણે તે ગ્રહણ કરવી એમ માની તે વિદ્યાને સવિનયપણે ગ્રહણ કરી એવા સમયમાં તો હે બાપ ! હે માત ! હે ભાઈ આ અમારું રક્ષણ કરે ! અમારું રક્ષણ કરે ! એ પ્રકારને તરુણ સ્ત્રીઓને કરુણ શબ્દ આખા નગરમા થવા લાગે, તે સાંભળી ગિરિસુ દરકુમાર તે નગર તરફ એકદમ દે. પછી દોડતા દેડતા વિચાર કરવા લાગ્યો કે અરે! આ આક્રોશ તે નગરમાંથી થતાં થતા પાછો અહીં નિકટ થતે સંભળાય છે. અને તે શબ્દ પણ નાની વયની સ્ત્રીઓનો જ છે, તેથી તે મને એમ લાગે છે, કે કઈ દુષ્ટ ચેર મારા ગામમાંથી કન્યાઓને હરણ કરી અહીં નિકટના જ સ્થલમાં લાવે છે ? અને વલી તે પાપી અત્યંત સીપી છે, તેથી જ તે કન્યાઓનું હરણ કરે છે, માટે જે હુ આ પર્વતની ગુફાઓમાં જ કરીશ, તો તે ચોર કાઈ મારે હાથ આવશે નહીં માટે પર્વતની નીચે ઉતરી તપાસ કફ અને તે સ્ત્રીલેલુપી છે, માટે આવા વેશે કે કુમાશે નહિ, તેથી હાલ મને
૫ ૨૩