SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રેણિ છે તેમાં ઉત્તરશ્રેણિને વિષે તે શ્રેણિતું ગારભૂત ગગનવલ્લભ નામે એક નગર છે. તેનું વિદ્યાધરશિરોમણિ એ કનકકેતુ ન મે વિદ્યાધર રાજ્ય કરે છે, તેને બે સ્ત્રીઓ છે. તેમાં એકનું નામ કનકવતી અને બીજીનું નામ રત્નાવલી છે. તે બને કન્યાના જન્મ દિવસને વિષે કઈ એક નૈમિત્તિકે આવીને કહ્યું કે જે કઈ ભાગ્યવાન પુરુષ, એ બન્ને કન્યામાથી એક કન્યાને વરશે, તે ભાવીકાલે આ વૈતાઢય પર્વતની એક શ્રેણીના અધિપતિ થશે? અને જે ભાગ્યશાળી પુરુષ અને કન્યાનું પાણિગ્રડણ કરશે તે આ વૈતાઢય પર્વતની ઉત્તર અને દક્ષિણ, એ બને શ્રેણિઓને ભાવીકાલે ભક્તા થશે હવે યૌવનવસ્થા પ્રાપ્ત થવાથી તે બન્ને કન્યાનુ સર્વાગ સૌ દર્ય જોઈને તેના પિતાએ સ્વયંવર કરવાને પ્રારભ કર્યો ત્યારે તે કન્યાના પિતા વિદ્યાધરના તેડાવ્યાથી કલાકલાપોથી સ પન્ન વિદ્યાથી ઉત્તમ, મહાપવાન, એવા કેટલાક વિદ્યાધર આવ્યા એમ ઘણા વિદ્યારે એકઠા થયા. તેમાં પૂર્વોક્ત હરિવેગ વિદ્યાધર પણ આવે, ત્યારે તે બને કન્યા સહુ કુમારે ત્યાગ કરી તે હરિગને જ વરી તે વખતે તે કન્યાના પિતા કનકેતુ રાજાએ તે કન્યાના લગ્નને માટે સમારભ કર્યો. હવે કેટલાક દિવસ તે હરિવેગ પિતાની બન્ને સ્ત્રીઓથી સહિત ત્યા રહીને સસરાની આજ્ઞા લઈ ત્યાંથી અનુક્રમે પિતાને ગામ આવ્યો. હવે તે કુમારને પિતા તરગ વિદ્યાધર મનમા ખુશી થઈ વિચારવા લાગ્યો કે અહો ! આ મનુષ્યના ભવમાં પ્રથમ વિદ્યાધરને ભવ તેજ મહાપુણ્ય કરી થાય છે. તે તેમાં આ મારા પુત્રને જન્મ થો છે તેમા પણ વળી આ મારે પુત્ર બીજા વિદ્યાધર કરતા ભાગ્યશાળી દેખાય છે. કારણ કે જેમ કેઈ એક સુકૃતી પુરુષ શ્રીને અને કીત્તિને વરે, તેમ આ મારે પુત્ર હરિવેગ, ઉત્તમ એવા કનકકેતુ રાજાની બને કન્યાને વર્યો છે. નડિ તે અ વા મોટા પક્રમી એવા લક્ષાવધિ વિદ્યાધરની ઉપેક્ષા કરીને તે કન્યાઓ આ મારા હરિગ પુત્રને જ કેમ વરે? વળી જ્ઞાનનું વચન છે, તે કન્યાઓને જે પુરુષ વરશે તે વૈતાઢય પર્વતની ઉત્તર દક્ષિણ એણને રાજા થશે, તે તે જ્ઞાનીનું વચન કેઈ દિવસ ખૂટુ પડે ? ના, પડે જ નહિ તેથી તે રાજ્ય પણ જરૂર મારા પુત્રને જ મળશે માટે આ હરિવેગે તે પૂર્વ જન્મે શું પુણ્ય કર્યું હશે ? તે વાત કેવલી વિના બીજુ કઈ જાણે નડિ માટે કઈ ઠેકાણે કેવલી ભગવાન્ હોય, તે ત્યાં જઈ તેમને પૂછી જોઈશુ ? એમ વિચાર જ્યા કરે છે ત્યાં તે કાનભાનુ વિશ્વના મનને હરણ કરનાર, એવા શ્રીતેજનામે કેવલી તેજ ગામના ઉપવનને વિષે સમેસર્યા તે સાંભળી તે રાજા પિતાને હરિગે પુત્ર અનેક સામત મંત્રીશ્વર ચતુરગી એનાથી યુક્ત તે કેવલી ભગવાનને વાદવા માટે આવ્યો. ત્યાં આવી કેલીને નમન કરી સહ કઈ જ યાચિત સ્થાન પર બેઠા. ત્યારે પિતે પણ બેઠે પછી કેવલી ભગળને દેશના દેવને પ્રારંભ કર્યો. તે દેશના સર્વે સાભળીને સમય જોઈને તરવેગ રાજાએ પૂછયું કે હે ભગવાન ! આ હરિગ નામે મારો પુત્ર પૂર્વજન્મ કે
SR No.011590
Book TitlePruthvichandra tatha Gunsagarnu Saral Charitra
Original Sutra AuthorN/A
AuthorRatnaprabhvijay
PublisherVardhaman Jain Shwetambar Murtipujak Sangh
Publication Year
Total Pages301
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy