________________
૧૪૭
નિપુણ એવા એક સુમુખ નામે ભટ્ટને મોકલ્યા તે નિપુણ ભટ્ટ તેની પાસે આવીને અવકાશ જેઈને કહેવા લાગ્યો કે હે સ્વામિન ! આ આપ મૃગયા રમવાના મિષથી જે જીવહિંસા કરે છે, તે ઠીક કરતા નથી. કારણ કે તે હિસાસમાન બીજું લજજાસ્પદ કઈ પણ કર્મ નથી વળી બીચારા દીન, પ્રમત્ત, ભાગતા એવા જેને જે મારવા, તે કોઈ ક્ષત્રિય જનને આચાર છે ? જે પિતાને પૃષ્ઠ ભાગ દેખાડી ભયથી ભાગતા જે નિરંતર મુખપર ગ્લાનિને તથા મુખમાં તૃણને ધારણ કરતા. આપણું જ શરણને ઈચ્છતા, શસ્ત્ર ધારણ રહિત, એવા પ્રાણીને. આયુધથી નિર્દય એવા હિંસકજનની જેમ જે તમે હણે છે, તો તેમાં ક્ષત્રિયવંશનો ધર્મ કર્યો પાળે છે?
વળી હે સ્વામિન ' પરપ્રાણને પીડા કરનાર, તથા તેના પ્રાણ લેનાર પ્રાણીને અનેક પ્રકારના વ્યાધિની વેદનાઓ તથા વારંવાર અકાળ મરણ, પ્રિયજનના વિરહાગ્નિથી દાહપણુ, ગર્ભમાં આવી ઓછા મહિને તે ગર્ભપાત, બાળપણમાં જ નાશપણું, ભભવ સંતાન વિનાના વગેરે દુખને પ્રાપ્ત થાય છે. અને તે કુમાર ! આપ જુઓ તો ખરા, કે જેને મારે તે પ્રાણીના તો પ્રાણ જાય છે, અને તે મારનાર ઘણો ખુશી થાય છે, તો તેવી રીતે ખુશી થનાર પ્રાણી કે મુખ કહેવાય ? જેમ કેઈ એક મનુષ્યની રાત્રે ઝૂંપડી બળી, તે હવે તે ગૂંપડી બળનાર મનુષ્યની સાથે રહેનારે એક મૂર્ખ હતો, તે વિચારવા લાગ્યું કે આ ઠીક થયુ, કેમ ? મારે ઘરમાંથી અંધારુ મટાડવા દી કરે હતા, તે ન કરવું પડતા અજવાળું થયું, માટે આ પ્રમાણે જે રાત્રે સહુ કેઈની મઢી જ સળગતી હોય, તે મારા જેવા માણસને થોડી વાર દી કરવાની તે ખટપટ મટે ? તેમ જીવહિંસા કરી ખુશી થાય છે, તે પૂર્વોકત મુખંજન જેવા જ જાણવા. અને વળી મૃગ વિગેરે પશુઓને મારનારા જે વ્યાધ લેકે છે, તે હે કુમાર ! આ લેકને વિષે પણ ભૂખ તૃષા, ટાઢ, તડકે, તેને સહન કરનારા, ભાગી ગયા છે ઢીંચણ જેના, અને ઘાસની અણીઓથી ત્રોડાઈ ગયા છે અંગે જેનાં એવા દુખી થયા થકા વનને વિષે પ્રતિદિન ભમ્યા જ કરે છે, તે પણ તેની પરિપૂર્ણ રીતે ઉર પૂર્તિ પણ થતી નથી.
અને તે પાછા પણ તેવી જ દુર્ગતિને વિષે ઉત્પન્ન થાય છે. એ માટે બુદ્ધિમાન એવા છે - શુકકુમાર ! તમારે કૌતુકથી પણ પાપની પેટીપ મૃગયા તે રમવી જ નહિ? વળી એ તે કે મૂર્ખ હોય કે કૌતુકથી પણ આપત્તિની પેટી સમાન મૃગયા રમવામાં આસક્ત થાય? આ પ્રકારને તે ભટ્ટને કહેલે ઉપદેશ સાંભળીને તેણે જાણ્યું કે તે ભટ્ટે કહ્યું તે સર્વ ટુ જ છે મૃગયા રમવામા કેઈ ક્ષત્રિયને દોષ જ નથી પણ હું જ્યા સુધી અહીં રહીશ, ત્યા સુધી મૃગયા નહિ રમુ ! કારણ કે મારા સસરાને દુઃખ લાગે છે અને અહીંથી નીકળ્યા પછી તો મૃગયા રમું છે તે મને કેણ કહે એમ છે! તથા દુખ પણ કોને લાગે એમ છે. માટે અહીંથી બહાર જઈને મૃગયા રમીશ ! એમ વિચારી તે શુકૂમારે ઉપદેશક ભટ્ટને તથા પિતાના સસરા વસંતરાજાને સારુ લગાડવા માટે ઉપરથી દેખાડવા