________________
૧૪
સ્વામિન । સુદર, મિષ્ટ અને પ્રાણરક્ષક એવુ' જે રાંધેલુ' અન્ન હાય, તેને ડાહ્યો પુરુષ ઘરમાં કેટલાક દિવસ ૨ાખે? એમ કરતાં તે જાજા દિવસ રાખે તે તે અંતે દુર્ગંધ મારી જાય અને પછી તેને રસ્તામાં ફેંકી દેવુ' પડે તેમ એ કન્યા તમને ઘણીજ વહાલી છે તથા તે ચતુર છે, વલી તેના વિરહ તમારાથી ઘડી એક ખમાય તેમ નથી, તેપણુ તેને યુવાવસ્થા પ્રાપ્ત થઈ છે, માટે તેને પરણાવ્યા વિના રાખવી, એ ચેાગ્ય નથી. જો તમે તે કન્યાને ઘણા વખત પરણાવ્યા વિનાજ રાખશે, તે ચંદ્ર કિરણ સમાન તમારા ઉજ્જવલ કુલને જરૂર કલંકિત કરશે વળી પુત્રી ઉપરના સ્નેહનું ફૂલ શું છે ? કે, સુંદર પુત્રીને અને ચેષ્ય એવા વરને આપવી તેજ છે માટે જો તમારે તે કન્યાને કાઈની પણ સાથે પરણવાના વિચાર હાય તે ચંપાપુરી પતિનો પુત્ર શુકુમાર નામે હુ હુાલ તમારા નગરમા આવેલા છું, તે તે કન્યા મને આપવી ઉચિત છે કારણ કે મારા જેવે। તમને રૂપથી, ધનથી, પ્રતાપથી, અને કુલથી સમાન ઉત્તમ વર મલશે. નહિં, આ પ્રકારના તે થુકકુમારે કહેવરાવેલા નીતિયુક્ત સ ંદેશાથી તે શુદ્ધ સ્વભાવવાલા રાજા સમજીને કહેવા લાગ્યા કે હું પ્રધાન 1 તેણે કહેવરાવેલી વાત બધી ખરી છે, તેથી તમા તેને જઈને કહા, કે ' હું શુકકુમાર ! ઘણા રાજાએ આ મારી કન્યાને વરવા માટે આવ્યા હતા, પણ તમારા પુણ્યે પ્રેરેલા એવા મે' કાઈને આજ દિવસ સુધી આપી જ નહિં. અને તે સર્વે રાજાએ નિરાશ થઈ જેવા આવ્યા હતા તેવા જ પાછા ગયા છે. જેમ કેઈ કૃપણુ પુરુષ, પેાતાની લક્ષ્મીને કોઈક પુણ્યશાલી જીવ માટે રાખી મૂકે છે, તેમ મે... પશુ તમારા માટે જ આ મનેહર કન્યા રાખી મૂકી હોય ? એમ લાગે છે. માટે દૂરથી આવેલા, અતિ સ્નેહવાલા, એવા તમને તે કન્યા અમે આપશુ. તેથી હાલ પુણ્યથી ઉપલબ્ધ થયેલી આ કન્યાને વરે પરતુ તમારી સાથે પ્રથમથી અમે એટલી ખેલી કરીએ છીએ કે, જ્યાં પર્યંત આ અમારી કન્યાને સંતાન ન થાય, ત્યાં પર્યંત તમારે તથા અમારી કન્યાને અમારે ઘેર જ રહેવુ પડશે !” એ સર્વ વાત મંત્રીએ જઈને શુકકુમારને કહી. તે સર્વ વાત કબૂલ કરી. વળી જ્યા પર્યંત સંતાન ન થાય, ત્યાં પર્યંત અહિં જ રહેવુ, તે પણ કન્યાના રૂપથી મેાડુ પામેલા શુકકુમારે કબૂલ કર્યુ પછી વસતરાજાએ શુભલગ્ન જેવરાવી તે કન્યાને શકકુમાર સાથે પરણાવી દીધી.
પછી લગ્ન કર્યા પહેલાં ખાલીથી ખંધાયેલા તે કુમારને, પેાતાના સસરાને જ ઘેર મનેાહર હવેલીમાં તે ગુણમાલા સ્ત્રી સાથે ક્રીડા કરતાં કેટલેક કાલ વ્યતીત થઈ ગયેા. હવે ચંદ્રમામાં જેમ કલ કરુપ દૂષણ છે, તથા સમુદ્રમાં જેમ લવણુરુપ દૂષણુ છે, તેમજ સ્થય, ગાંભીય, દાક્ષિણ્યાદિક ગુણેાથી યુકત એવા તે શુક કુમારમાં મહાપાપકારી એક મૃગલા રમવાનુ મેટું દૂષણુ હતું, તેથી તે બ્યસન માટે પ્રતિદ્ઘિન દૂર વનમા જાય છે, અને ત્યાં જઇને વારાહ, શશ, શખર વગેરે અનેક પચેન્દ્રિય જીવેાની હિંસા કરે છે. એમ વસ'તરાજાએ દૃષ્ટકર્માંસકત થયેલા તે શુકકુમારને જોઈ ઉપદેશ દેવા માટે વાકપટુનામાં