________________
૧૪૫ તે સર્વ હકીકત કહી સંભળાવે. તે સાંભળી તાપસ કુલપતિ તે કન્યાની ઉત્પત્તિ વગેરેની સર્વ વિગત કહેવા લાગ્યા કે હે રાજકુમાર ! જે કાર્ય અનેક યુક્તિઓને કરીએ તે પણ જીવથી નથી બનતુ, તે કાર્ય કઈ કર્મવેગે પ્રયાસ વિના સ્વાભાવિકજ બની જાય છે. જેને આપણે સદા સંચાગ ઈચ્છીએ છીએ તો તેને આપણુથી વિગ થઈ જાય છે. તથા વલી જેને આપણે સદા વિણ ઈચ્છીએ ખરે તે તેને કર્મગથી સંગ થઈ જાય છે. માટે કર્મવેગમાં કોઈપણ ડાહપણ ચાલતુ નથી, કેઈ એક મૃગ હતું, તે પ્રથમ તે પારધીના કરેલા પાશમાં પડે, ત્યાથી તે પાશલાને છેદીને નીકળી ગયો. ત્યાં છે કેઈ એક બીજા પારધિની કરેલી છૂટરચનામાં આવી પડે, તેમાથી પણ કાંઈક યુક્તિ કરી નીકળીને ભાગ્યો, ત્યાં અમાત મૃગ બાંધનારાઓએ કરેલી જાળમાં આવી ફ, તેમાંથી પણ છલ કરી મહાપ્રયાસે નીકળી એકદમ ભાગી વનમાં આવ્યો, ત્યાં તે વનમાં દેવાગ્નિ લાગવાથી દુખિત થઈ પલાયન થયે, ત્યા પણ મૃગને મારવા માટે ઉભા રહેલા પારધિઓનાં બાણે છૂટવા લાગ્યા છે તેમાથી પણ મડકણે કરી જીવ લઈને ભાગ્યા, તે તે મૃગ કર્મના રોગથી અચાનક એક ઉંડા કૂવામાં પડી મરણ પામે. માટે જ્યારે જે દૈવજ પ્રતિકૂળ હોય છે, ત્યારે તેમાં તેને તથા કોઈને કોઈ ઉપાય ચાલતો નથી તે પણું હે રાજકુમાર ! અને કન્યા કયાથી મારી પાસે આવી? એ જે પૂછ્યું, તેનું વૃત્તાંત હું કહું, તે સાંભળે
સુરભિપુરનામે એક નગર છે. તેમાં પ્રજારુપ લતાપર વસંત સમાન વસંતરાજા રાજ્ય કરે છે. તે રાજાને શીલરુપ સુગધેથી સુવાસિત પુષ્પમાલાનામે રાણી જેમાં મુખ્ય
છે એવી ઘણી સ્ત્રીઓ છે. તે રાજા અનેક માડલિક રાજાઓને જીતીને પિતાના પ્રૌઢ પ્રતાપથી રાજ્ય કરે છે તે રાજાને પાચ પુત્રની ઉપર, રુપે કરી મનહર તથા ગુણયુક્ત એવી ગુણમાલા નામે એક કન્યા છે, તે કન્યા તેના માતા પિતાને એકની એક હોવાથી ઘણી વલ્લભ છે. હવે તે જ્યારે યુવાવસ્થાને પ્રાપ્ત થઈ, ત્યારે તેને વિવાહ કરવાને માટે માતા પિતા ઉદ્યક્ત થયા, પરંતુ તે પ્રાણવલ્લભ એવી તે કન્યાના વિરહને સહન કરવાને અશક્ત હેવાથી વિવાહ કરવાનો વિચાર કરી બેસી રહે છે. હવે લાવણ્યગુણ ચુકત તે ગુણમાલા કન્યાને તેની સખીઓ વિવાહ માટે વારંવાર ઉપદેશ કર્યા કરે છે, તથાપિ તે પણ ગુરુભકિતમા પ્રીતિમતી હેવાથી વિવાહને ઈચ્છતી જ નથી. વલી મકરંદને વિષે લુખ્ય એવા ભમરાઓ જેમ કેતકી વનમા આવે, તેમ તે કન્યાને વરવા માટે ઘણુ રાજાઓ ત્યાં બહુસૈન્યથી યુક્ત, ગુણવાન અને રૂપવાન એ ચંપાપુરીના રાજાને શુકુમાર નામે પુત્ર આવ્યું. તેને વસંતરાજાએ ઘણુ માન આપ્યુ.
પછી ત્યાં ચીવનાવસ્થાને પ્રાપ્ત થઈ એવી તે ગુણમાલા કુંવરીને જોઈને, વસંતરાજાના મંત્રી સાથે તે કકુમારે ભકિતથી તથા યુક્તિથી તે વનરાજાને કહેવરાવ્યું કે હું
પૃ. ૧૯