________________
૧૪૮
માત્ર મૃગયા રમવી છોડી દીધી. એવા સમયમાં શું બન્યું ? કે ત્યા તે થકકુમારને જ બેલાવવા માટે તેના પિતાએ મેકલેલા માણસે આવ્યા અને તેઓએ કહ્યું કે આપને અહીં ઘણે દિવસ થયા માટે આપના પિતાએ જલદી લાવેલા છે. તે સાંભળી શુકકુમાર પિતાના સસરા વસંતરા પાસે આવ્યા અને તેને કહેવા લાગ્યું કે હવે મને અહીં આપના નગરમાં આવ્યાં ઘણા દિવસ થઈ ગયા છે, તેથી મારા પિતાએ તેડવા માટે માણસો મેકલેલા છે, તે માટે મને અહી થી જી જવા માટે આજ્ઞા આપો. તે સાભળી રાજાએ વિચાર્યું જે આપણે આ જદી જમાઈ સાથે ઠરાવ કરે છે, જે અમારી દિકરીને કોઈ પણ જ્યારે સ તાન થાય, ત્યારે તમને બંનેને તમારે ગામ જવાની રજા અપાય? પણ હું તપાસ તે કફ કે તે કન્યાને હેલિ ગમે તે નથી જે ગર્ણ હોય તે રજા આપીએ, એમ વિચાર કરી તેને તપાસ કરાવતા માલમ પડ્યું જે પિતાની દીકરી હાલમાં સગર્ભા છે એમ જાણું તે દપતીને જવાની રજા આપી
પછી ઉત્તમ એવા મુહૂર્તને વિષે તે શુક કુમાર પિતાના તથા સસરાએ આપેલા મોટા સૈન્ય સહિત ત્યારે ત્યાથી ચાલે ત્યારે થોડેક દૂર તેના સસરા વગેરે સર્વ વળાવવા આવ્યા પછી અનુક્રમે આ અમારા આશ્રમ પર્ય ત આવી, અહીંથી જરા દુર તબુ નાખીને રહ્યો તેવામાં તો તેણે સ્વછંદતાથી ફરતા એવા અનેક પ્રકારના વનેચર પશુઓને દીઠા, તે જોઈને તેણે વિચ ચું અહો ! કેવા માનાં વનેચર પશુઓ છે? અને અહીં કેઈન કેઈ કહે તેમ પણ નથી, વળી કેટલા દિવસ તો એમ બીક હતી કે જે હું મૃગયા રમીશ, તે મારા સસરાને દુઃખ લાગશે તે પણ હાલ નથી તો હવે અહીં સ્વેચ્છા પ્રમાણે મૃગયા રમીશ? એમ વિચારી મૃગયાની રમતમા પડેલે તે કુમાર તે જેને મારવા તત્પર થયે જુગારી જન જુગારને, સુરાપાન કરનાર મનુષ્ય મદિરાને, કામાતુર પુરુષ કામિનીને, માસાશીનર માં મને, તસ્કર પ્રાણુ શુન્યધરને અને મૃગયાસક્ત એ પાપિષ્ટ જીવ, વનને વિષે સ્વચ્છંદતાથી ફરતા વનેચરને જોઈને ઉત્કઠિત એવા થકા આ પૃથ્વીને વિષે પિતાના મનને વશ કરી શકતા નથી કવિ કહે છે, કે જે કાર્યમાં જેને પ્રીતિ હોય અને વળી પાછુ તે કાર્યનું તેને જ્યારે સાહિત્ય મળે ત્યારે તે કેમ ખુશી થાય નહિ? માટે તેને ત્યાં મૃગયા રમવાની સામગ્રી મળવાથી તે ખુશી થયો અને વળી પણ જાણ્યું કે આ સ્થળમાં હું હવે ઘણા દિવસ રહીશ? કારણ કે આવી મૃગયા
રમવાની સામગ્રી અને બીજે ઠેકાણે મલવી દુર્લભ છે? એમ જાણે પ્રથમ જે પોતાના { તંબુ નાખ્યા હતા, તેને પાછા મજબૂત નાખીને તેણે ત્યા શાતવૃત્તિથી રહેવા પ્રબંધ કર્યો.
પછી ઉંચા અને મોટા એવા એક અશ્વપર બેસી પાપદ્ધિક એ તે કુમાર, મૃગવગેરેને મારવા માટે અત્યુત્સુક થઈ ચાલ્યા. તે અરણ્યમાં આવ્યો, ત્યા પ્રથમ દુરથી તેણે વિશ્વામિત ચિત્તવાલા નિરપરાધી નિર્ભય તથા સ્વસ્થ મનથી ઉભેલા સૂકને જોયા.