________________
૧૨૭ હાલ જરામાં રણગણને વિષે દુષ્ટ સેવકની જેમ વિરલ અને શિથિલ થઈ ગયેલા દેખાય જે યુવાવસ્થામાં મારી ભુજા નગરના ગેપુરની પરિઘ જેવા દેખાતી હતી, તે હાલ જેરાના પાયથી પેઈન નિચેઈ નાખેલા વસ્ત્રની જેમ વલિકલિત થઈ ગઈ દેખાય છે ! તણવિસ્થામાં મારું ઉદર જે મત્સ્યના ઉદર સમાન દેખાતું હતું, તે વૃદ્ધાવસ્થાના આવવાથી જાણે-ચર્મજ વળગેલું હોય તેવું દેખાય છે. પ્રથમવયમાં જે હાથીની સૂંઢ સમાન મારી જંઘાઓ દેખાતી હતી, તે હાલ જરાથી કરેલા જર્જરિતપણાથી કાકની જંઘાસમાન દેખાવા લાગી છે. વધુ શું કડું, ઘણુ જ પ્રયત્નથી લાલન કરેલું આ કલેવર ધનક્ષય થવાથી જેમ કુમિત્ર દેખાય, તેમ જાણે કઈ દિવસ લાલનપાલન કર્યું જ નથી ! તેવું દેખાવા લાગ્યું છે. મારું સુખ જે છે. તે કરચલીઓથી આકાંત થઈ ગયું છે, મારું મસ્તક પલિઓએ કરી વ્યાપ્ત થઈ ગયું છે, અને મારાં ગાત્ર સર્વ શિથિલ થઈ ગયા છે, પરંતુ એક આ તૃષ્ણા છે તે દિવસે દિવસે તરુણ થતી જાય છે? અહો ! અજ્ઞાની એવા મે અસાર એવા આ દેહને માટે ઘણા જ કાલ કલેશે ભોગવ્યા, પરંતુ મારા આત્માનું હિત તે કાંઈ કર્યું જ નહિં ? અરે ! આજ દિવસ સુધી મેં મારા પૂજ્ય એવા ગુરુના પદકમલનું પૂજન કર્યું નહિં ! તથા સારી રીતે ધર્મ સંભળે નહિં! કઈ ધર્મતત્વ પણ આચર્યું નહિ. ઈદ્રિયદમન કર્યું નહિ અને ઉચ્ચ કક્ષાએ પણ જીત્યા નહિં, અરિહંત ભગવાનનું સ્થાન પણ કર્યું” નહિ ! કેઈની પર દયા કરી નહિં ! દાન અને તપ પણ કર્યા નહિં ! તેમ બીજા કોઈને ઉપકાર પણ કર્યો નહિં ! માટે મારા આજ દિવસ સુધી દિવસો સર્વે ધ્યર્થ જ ગયા ! એમ ધ્યાન કરતાં તે નરહ રાજાને ઉપશમ જ્ઞાન એટલે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું તેથી તે કેવલજ્ઞાની થયા. પછી તે સિંહની પેઠે મહાપરાક્રમી થઈ પાચ સુષ્ટિને લેચ કરી સંયમ રાણ કરી દેવતાએ અર્પણ કરેલા મુનિવેષને પરિધાન કરી ઘરમાંથી નિકળીને એકાકી, નિર્ભય, સ્વસ્થ થઈને ભરતક્ષેત્રના સર્વ ક્ષેત્રને વિષે ફરવા લાગ્યા. હવે સૂરસેનકુમાર પિતાના પિતાએ ચારિત્ર લીધું, એમ જાણું મનને વિષે જ્યારે અત્યંત ખેદ કરવા લાગે ત્યારે તેના મંત્રીવર્ગ નાનપદેશ દઈ તેને શેકથી નિવૃત્ત કર્યો. અને પછી તેનું યુવરાજ પદ છોડાવી તેને મહારાજ્યભિષેક કર્યો. તેથી તે સૂરસેન રાજા થયે કિર્તિથી ચંદ્રમા સમાન અને યુવતીના મુખપ કમલમાં હંસસમાન, તેજથી સૂર્યસમાન, પ્રજનું હિત અહિત કરવામા પિતા સમાન, ર્તિથી સિંહસમાન, સ્વૈચ્છિતદાન દેવામાં કામકુંભ સમાન એવે તે સૂરસેન રાજા, ઘણુ કાલ પર્યત રાજ્ય કરતા હતે.
હવે એમ મુક્તાવલી સ્ત્રી સાથે ભેગ ભોગવતાં તે રાજ સૂરસેનને જ્યારે ઘણે કાલ વ્યતીત થયે, ત્યારે તેને મુક્તાવલી થકી એક ચક્રસેન નામે પુત્ર ઉત્પન્ન થયો. તે દિન દિન પ્રત્યે વૃદ્ધિ પામવા લાગ્યો અને સર્વે કલાઓ પણ શીખે, અનુક્રમે લમીથી પાલન થયે થકે જ્યારે યૌવનવયને પ્રાપ્ત થયે ત્યારે તેને મનોહર એવી આઠ કન્યાઓ પરણાવી દીધી. પછી તેની સાથે ભેળ ભેગવવા લાગ્યો. તેવામાં શરદઋતુ આવી