________________
તે છે, એટલે પ્રયમ હરિ છે, તે જલધિથકી તે જગત પ્રસિદ્ધ એવી લક્ષ્મીને પામે છે તે પહેલા પ્રશ્નનો ઉત્તર આપના પૂછવા મુજબ એક અક્ષરથી આપે છે. વળી બીજા પ્રશ્નનો ઉત્તર “અરસ એટલે રસરહિત અર્થાત્ જે અન્ન રસરહિત હોય તે પુષ્ટિદેનારું હેતું નથી. તેને ઉત્તર પણ આપના કહેવા મુજબ ત્રણ અક્ષરથી જ કહ્યો છે. હવે ત્રીજા પ્રશ્નનો ઉત્તર “તામરસ એટલે રક્ત કમલ અર્થાત્ રક્તકમાલની ઉપમા તમારા હાથ તથા પગને અપાય છે. આમાં પણ તમારા પૂછવા મુજબ પહેલા તથા બીજા પ્રશ્નના જે ચાર અક્ષરો થયા તે ચાર અક્ષરથીજ ઉત્તર દીધું છે. વળી પાછી મુક્તાવલી રાણે રાજાને પૂછે છે કે, કદર્પ કિલ કીદક્ષ, આધારે જગતા ચ કા કાપવિન્યા પ્રિય પ્રેક્તો, મન્સને મિહને પિક અર્થ – પ્રથમ, કંદર્પ જે કામદેવ તે કેની સરખે છે? બીજે જગતને આધાર કેણ છે ! ત્રીજે પવિનીને વલ્લભ કેણ કહેલું છે ? અને એ મારા મનને મોહ કરનાર પણ કેણ છે ? આ પ્રમાણે ચારે પ્રશ્નો જે છે તેના ઉત્તર એકજ પદથી આપ કહે. ત્યારે કુમાર જરા હસીને કહે છે કે તે સ્ત્રી ! ચારે પ્રશ્નનો ઉત્તર કહીએ છીએ તે
સૂર એટલે સૂર થાય છે અર્થાત્ સૂરસેન તે હું છું, માટે હે પ્રિયે ! તેં આ ચાર પ્રોથી તે મારું જ સ્મરણ કર્યું લાગે છે? પ્રથમ પ્રશ્ન ઉત્તર “સૂર એટલે કંદર્પ છે કંદર્પ કે છે તે કે સૂર જેવું છે. અર્થાત્ કદર્પ સમાન હું છું ને મારું નામ સુર છે વળી બીજા પ્રશ્નને ઉત્તર પણ “સૂર એટલે સૂર્ય અર્થાત્ જગતને આધાર સૂર્યો છે તેમાં પણ મારું નામ આવ્યું અને ત્રીજા પ્રશ્નનો ઉત્તર ‘સૂર’ એટલે ત્યા પણ સૂરપદે કરીને હુંજ આવ્યે. વળી ચેથા પ્રશ્નનો ઉત્તર પણ “સૂર' એટલે સૂર અર્થાત્ ત્યા સુસ્ત્રીને મેહન તે પતિજ હેાય છે તે તમારે મનેહન હું સૂર છું. માટે આ પ્રમાણે ચારે પ્રશ્નમાં હે પ્રિયે! તમે મનેજ સંભાળે છે. એમ મનહર ઉક્તિરૂપ સુધાના સ્વાદને વિષે રજિત એવા તે બન્ને જણને ઘણે કાલ પણ ક્ષણ સમાન ચ લે ગયે,
. હવે એક દિવસ તે સુરસેનકુમારને પિતા નરસિંહ રાજા, સ્નાન કરી અલંકાર ધારણ કરી, હર્ષથી દેહની શોભાના નિરીક્ષણ માટે પિતાના કાચના બગલામાં ગયે, ત્યા જઈ બંગલાના કાચમાં પિતાનું સ્વરુપ જોઈને મનમાં ગ્લાનિ પામી વિરક્ત થઈ ગયે. અને પછી પોતાના ચિતમાં ચિંતવવા લાગે કે અરે ! યૌવનકાલમાં ભ્રમર સમૂહની સમાન તથા કાજલની સમાન જે મારા કેશે દેખાતા હતા, તે હાલ વૃદ્ધાવસ્થા થવાથી કપાસના ફુલ જેવા વેત થઇ ગયા દેખાય છે. અરે યુવાવસ્થામાં અષ્ટમીના ચક્રમાં જેવું તેજસ્વી મારું ભાલ દેખાતું હતું, તે આ જરા આવવાથી ખજુરીના પાકા પાન જેવું દેખાય છે ! વળી યુવાવસ્થામાં વિકસિત કમલ સમાન જે મારા નેત્રે દેખાતા હતા, તે હાલ જરાના પ્રાદુર્ભાવથી મલિન પાણીના પર્પોટા જેવા દેખાય છે, યૌવનાવસ્થામાં રત્નના આદર્શ સમાન માંસલ જે મારા ગાલ દેખાતા હતા. તે આ જરા દેવથી અગ્નિજ્વાલાથી તપાવેલા કહેતા જેવા દેખાય છે 1 તણાવસ્થામાં મારા મુખમાં કુદસમાન મિત્ર સરખા જે દાત હતા, તે