________________
૧૧૪ તેમાં હેમવા ગ્ય આહુતિઓ વિધિથી હેમવા તથા તે મંત્રનો જાપ કરવા જેવામાં લાગે, તેવામાં ત્યાં નાના પ્રકારની ભયકારક ચેષ્ટાઓ થવા લાગી, તે પણ જ્યારે તે ભય ન પામે, ત્યારે તે જ્યાં તે બેઠે હતો, તેજ સર્વભૂચક ફરવા લાગ્યું અને એકદમ ભયંકર શબ્દ થએ, તેથી તેનું ચિત્ત કંપાયમાન થઈ ગયું, અને તેથી તેને તે મંત્રનું એક પદ પણ વિકૃત થઈ ગયું. ત્યાં તે મ ત્રાધિષ્ઠાતા વેતાલ જે હતું તે તેને મંત્રભ્રષ્ટ થયેલે જઈને કહેવા લાગ્યો કે અરે દુષ્ટ ! આવા પરાક્રમે કરી મને સાધવાની ઈચ્છા કરે છે? એમ કહીને લાકડીના પ્રહારે મૂચ્છિત કરી તેને સ્મશાનમાંથી બહાર કાઢી નાખ્યો. પછી સવાર થઈ ગઈ તે પણ જ્યારે તે આવ્યો નહિં, ત્યારે તેના મામાએ વિચાર્યું જે સવાર તે પડી ગઈ પણ ગુણધર કેમ આવ્યે નડુિં? ચાલ હું સ્મશાનમાં જઈ તપાસ તે કરું? એમ વિચારી ત્યાં આવી તપાસ કરી જ્યાં જુવે, ત્યા તે સ્મશાનથી બહાર પડેલા તે ગુણધરને જે અને દયા જાણે સ્વસ્થ કરીને ઘેર આણ્યો અને ઔષધ કરી સાજો કરી તેનું જયશેખર નામે જે ગામ હતું ત્યાં મેકો . પછી તેણે ઘેર આવી પિતાની સર્વ વાત કહી બતાવી. તે વાત સાંભળનારાઓએ તેની સમક્ષ તે તેનું આશ્વાસન આપ્યું પછીથી તેનું “નિર્ભાગ્યશેખર એવું નામ પાડયું. અને સહુ કઈ તે નામથી જ બે લાવા લાગ્યા. તેથી અત્યંત લજજા પામી જ્યાં ત્યાં પિતાની નિંદાને સહન ન કરતે થકે ગલે ફસે ખાઈ દુર્યાનથી મરણ પામે. મરીને નરકમાં ઉત્પન થયા. ત્યાંથી નીકળીને તિય ચનિને વિષે ભ્રમણ કરશે ત્યાં પણ ઘણા પ્રકારનાં દુખેને સહન કરશે. ગુણાકર તે રત્નાકરની પેઠે શ્રીમાન પિતાની ધર્મમર્યાદાને અનુસરી ધનને વાપરતે, પુત્રાદિક સંતતિથી યુક્ત થકે અત્યંત શોભવા લાગ્યું. હવે પોતાના મિત્રનું આવી રીતે ગલાફાસાથી મરણ થયુ સાંભળી પિતે વૈરાગ્યવાન થઈ પાંચમા અણુવ્રતને નિરતિચાર રીતે પાળી સમાધિ મરણ પામી સ્વર્ગમાં ગયે. અને અનુક્રમે મેક્ષને પણ પામશે માટે હે શ્રાવિકાઓ ! આ ઈતિહાસથી પાંચમાઅણુવ્રતના ગુણ તથા દેને સમજી વિવેક લાવીને પરિગ્રડ પરિમાણ વ્રતને અગીકારક તે ઉપદેશથી બેધ પામેલી એવી મારી સ્ત્રીઓએ મુનિની પાસે તે પાચમું પરિગ્રહ પરિમાણુ વ્રત સ્વીકાર્યું. ત્યાર પછી મેં વિચાર્યું કે આવા સારાગુણ આપનારા ધર્મમૂર્તિ એવા ગુરુને વિષે મે જે વારંવાર પ્રહાર કરવાનો વિચાર કર્યો, તે ઘણુ જ દુષ્ટ કર્મ કર્યું, માટે તે અપરાધને મટાડવા માટે તેના ચરણમાં જ મારે પડવું જોઈએ? એમ વિચાર કરી એકદમ તે મુનિના ચરણમાં હું પડી ગયો અને મારે ચિ તવન કરેલો સર્વ અપરાધ મે કહી દીધું. પછી , તે અપરાધ ખમાવીને, હું વિજ્ઞાપન કરવા લાગ્યું કે હે ભગવન્!
હાલ જે ગુણધર થઈને નરકમા ગયે, તેને પૂર્વાવતાર વિષ્ણુ હતું, તેણે પોતાના મિત્ર સુવિટુને ત્યા વહોરવા આવેલા મુનિને ઉપહાસથી ક્રવચન કહ્યા, તેથી તેને દારુણ ફળ મળ્યું, તે હે મારાજ! હું પણ પ્રવથી દૂષિત છુ, તે મારે તે કેવી રીતે નિસ્તાર થાશે? ત્યારે મુનિએ કહ્યું કે ત્રણ જગતના જનને માનવા ગ્ય, બ્રહાચાર સૌમ્ય ગુણ યુક્ત