________________
૧૧૩
લાડુ ખાધા નથી, પણ એ અહીંયા ક્યાંથી મળે ? જે એ મલે, તે હું પેટ ભરી ભજન કરૂ. તે સાંભળી સિધ્ધપુરૂષે ધ્યાન કરી મંત્રસાધનથી તેણે કહ્યા તેવા જ મોદકે ઉત્પન્ન કરી આપ્યા, તે જોઈને ગુણધર શેઠને તથા બીજા પણ કેટલાક પાંથજનને વિસ્મય થયે, અને પછી તે સર્વે લાડુ જમીને તૃપ્ત થયા. તદઅંતર તે મંત્રવાદી પિતે જમે. પાછા વળી સાય કાલે પણ માત્રસિદ્ધિથી તપૂર્ણ અને કરી ઘણાને જમાડ્યા અને પછી પોતે જમ્યો, પાછા સવારે પણ દૂધપકથી સહુ કોઈને જમાડયા. વળી પણ સાયંકાલે તે બને જણે ખજૂર ખાધું અને પછી ત્યાંથી ચાલ્યા ચાલતા ચાલતા તે સિદ્ધપુરૂષને આવે મંત્રસિદ્ધ ચમત્કાર જોઈ ગુણધર પૂછવા લાગ્યો કે હે મહારાજ ! આવી મહાસિદ્ધવિદ્યા આપને કયાંથી પ્રાપ્ત થઈ છે કે જે વિદ્યાથી ધારે છે, તે પદાર્થ પ્રાપ્ત થાય છે? ત્યારે તેણે કહ્યું કે ભાઈ! હું મહાદારિદ્રથી પીડા પામતું હતું, તેથી દારિદ્ર મટાડવા માટે હું ઘણા દેશોમાં ભમ્યો, ભમતાં ભમતાં, પ્રત્યક્ષ જાણે મંત્રમૂર્તિ જ હોય નડિ? એવા કોઈ એક કાપાલિકને દીઠે. તેની મે ઘણું સેવા કરી ત્યારે મારી પર તૂટમાન થયેલા કાપાલિકે મને અદ્દભૂત એ વેતાલનો મંત્ર આપે, અને તે મંત્ર મેં સાહસપણથી સાથે. હે ભાઈ ! આ માડામ્ય તે સાધેલા મંત્રનું જ છે અને દારિદ્રના દુખથી ઘેરથી હું નીકળે છું, તે હજી પાછા ઘેર પણ ગયે નથી હવે આ મંત્રસિદ્ધિ મને મલી છે, તેથી ઘેર જઈશ અને સર્વ વરતુ મંત્રસિદ્ધિથી સંપાદન કરીશ? એમ વાત કરતાં અને જણ કેટલેક રસ્તે કાપતા ચાલ્યા, ત્યાં તે તે બન્ને જણને પિત પિતાને ગામ જવાને માર્ગ જુદે જુદે ફટાણે. ત્યારે સિદ્ધપુરુષે કહ્યું કે હે સખે ! તમારે દેશ તો આ નિકટ આવ્યું, તે ડાબહાથ તરફ જ છે તેથી તમારે હવે તે તરફ જાવું પડશે, અને મારે દક્ષિણ તરફને માર્ગે જાવું પડશે, કારણ કે મારું ગામ દક્ષિણ તરફ છે. પરંતુ આપણે હવે વિયોગ થશે?” માટે હે મિત્ર ' તમે મારા મિત્ર છે, તેથી જે કહો તે આપુ? તમે માગે તે હું તમને કેટિ દ્રવ્યનું દાન દેવાને પણ સમર્થ છું? ત્યારે તે ગુણધર વિચારવા લાગ્યું કે કેટિ દ્રવ્યને લાભ મલે, તે શુ કામને ! પરંતુ જે મંત્ર મલે, તે દરિદ્ર જાય. તેમ માની અસંતુષ્ટ એ ગુણધર તે સિદ્ધપુરુષ પાસે વેતાલદત્ત મંત્રની યાચના કરવા લાગ્યું. ત્યારે સિદ્ધપુરુષે કહ્યું કે એ માત્ર તે હું તમને આપું, પરંતુ તે મંત્ર, ધર્મિષ્ઠ પુરુષને સાધ્ય છે, તેને જે કેઈ અધમી સાધે છે, તો તેના પ્રાણને નાશ થઈ જાય છે. એમ સમજાવ્યું તે પણ તે જ્યારે પિતાના કદાગ્રહથી નિવૃત્ત થયો નહિં. ત્યારે દાક્ષિણ્યનિધિ એવા તે સિદ્ધપુરુષે તાલમંત્ર આપ્યો અને તે માત્ર સાધવાનો વિધિ પણ કહ્યો. પછી તે પિતાના સ્થાનક પ્રત્યે ગયો. હવે ગુણધર શેઠ, પિતાના દેશ પાસે સુમનામે નગરમાં પિતાને મામે ત્યાં રહે છે, ત્યાં આવી તે મામાને ઘેર ગયે, કેટલાક દિવસ ત્યાં સુખે રહ્યો.
એક દિવસ પિતાના મામાની આગળ તે વેતાલમત્ર સાધવાની સર્વ વાત કહી અને તેમની રજા લઈને કાલીચતુર્દશીને દિવસે રાત્રે સ્મશાનમાં ગયે, ત્યા જઈ કુંડ બનાવી
પૂ. ૧૫