________________
૧૦૭ કશે જ નહીં ? એમ જાવું મારા મનમાં આ સ્ત્રીઓ વ્યભીચાર કરશે ! તેવો ચિંતાગ્નિ જે હવે તે ઉપશાત થઈ ગયે અને તેથી મારા મનમાં પરમ નિવૃત્ત થઈ ગઈ. ત્યારે એ ચિતવ્યું જે મુનિએ તે મારે ઘણે ઉપકાર કર્યો, જે મારી સ્ત્રીઓને વ્યભિચાર કર્મનું પણ વત ગ્રહણ કરાવ્યુ હવે એ મેં ધાર્યું કે પ્રથમ જે મેં તેમને બે પ્રહાર લાકડીના કરવા ધાર્યા છે, તે બંધ રાખી હવે હું એક જ પ્રહાર કરીશ ! એમ જ્યાં હું વિચાર કરું છું, ત્યાં તે પાછા નિર્મલ મનવાલા મુનિ બેલવા લાગ્યા કે, હે નિર્મલ શીલવતી શ્રાવિકાઓ ! મારા વચનથી તમે પરિયડના પરિમાણનું પણ વત ગ્રહણ કરશે. કારણ કે તે વ્રત કરનારા પ્રાણીને દુખનું પણ પરિમાણ થાય છે. તે જેમ કે જેને એક સ્ત્રી હોય, તેને ૯૫ ચિંતા હોય છે, તેથી જેમ વધારે વધારે હોય, તેમ ચિંતા પણ વધારે વધારે જ થતી જાય છે, તેમજ વળી હાથી, તુરગ, દ્રવ્ય, રથ, ગૃડ, હાટ, શવ્યા, અશનાદિકને પણ વધારે વધારે રાખવાથી વધારે વધારે ચિંતા થાય છે, તે જેમ કે એક રાખવાથી એક ગુણ અને બે રાખવાથી દિગુણ, એમ અનુકમે જેટલીગુણ વસ્તુ તેટલી ગુણી ચિંતા થાય છે. જેમ જેમ પરિચને વિસ્તાર રાખે, તેમ તેમ મેટુ દુ ખ હોય. પરંતુ સુખ ન હેય. જે પરિગ્રહની આશા હોય તે જીવ હિંસાનો પ્રસંગ સ્વતઃજ આવે, અને જયારે જીવ હિંસા થાય, ત્યારે તે સહસાવિ દુખની પ્રાપ્તિ થાય છે, માટે બુદ્ધિમાન મનુષ્ય, પરિગ્રહ તો સ્વલ્પ જ રાખે. માટે પાપભરથી ભય પામતા જે પ્રાણીઓ હેય તેણે પરિગ્રહ પરિમાણ વ્રતને ધારણ કરવું. અને તે સ્ત્રીઓ ! જે પરિગ્રહ પરિમાણ કરનારા પ્રાણી છે, તે ગુણાકરની પેઠે સુખી થાય છે, અને જે તે વ્રતને ત્યાગ કરે છે, તે ગુણધરની જેમ દુઃખી થાય છે. તે સાભળી, હે કુમાર ! મારી સ્ત્રીઓએ પૂછયું કે મહારાજ ! એ ગુણાકાર કર્યું હતું, અને તે કેવી રીતે પરિગ્રહ પરિમાણ વ્રત પાળી સુખી થયે? તથા એ ગુણધર વણિક પણ કણ હતું, જે તે વતનો ત્યાગ કરી દુખી થયે? એ સર્વ કૃપા કરી સવિસ્તર કહે. તે સાંભળી મુનિ કહેવા લાગ્યા કે હે ધર્મ રસાસ્વાદ કરનારી સ્ત્રીઓ! તમો સાવધાન થઈને સાંભળો.
આજ વિજયને વિષે જયસ્થા નામે નગર હતું તેમાં વિટુ અને સુવિષ્ટ્ર નામના બે વૈશ્ય હતા, તે બંને ભાઈઓ હતા, તેમાં જે વિખ્યું હતું, તે દ્રવ્ય સંચય કરવામાજ તત્પર હતું, તેથી તે વ્યવહારમાં કેઈનું દેવું લેવું, કેઈને ઉપકાર, મિત્રવર્ગ માટે દ્રવ્ય ખરચીને કોઈ માન, સજજન પર અનુકંપા, દુખીયા જીવને ઉપકાર, ધાર્મિકેને કઈ દિવસ ભજન, પિતે સારુ અનાજ, આ ગલેગ, તે કાઈ પણ કરે નહિ વલી યાચક લોકોને તે ઘરમાં પણ પેસવા દે નહિ અને ધન મેળવવાને માટે અહોરાત્ર તે કલેશ કર્યા કરે. તેના માગવાવાલા તેને ઘેર ઉઘરાણી કરવા નિત્ય આવે, પણ જ્યારે તેનું લેણું ન મળે, ત્યારે તે લોકે તેની અત્યંત ગહના કરે. વળી તેના સગાવહાલાં આવી તેની અપકીર્તિ જોઈને શેક કરે છે અને ધનાઢય અને તેને ધિક્કાર કરે છે, ડાહ્યા,
-
.
.