________________
૧૦૫
વાક્ય કહ્યાં, પણ તે દુષ્ટાએ પિતાને દુરાગ્રહ જરા પણ છોડે નહિં. અને સામે મને ઉપદેશ દેવા લાગી? એવાં વચન તેના સાંભળી જે કાઈ ઠરાવેલું દ્રવ્ય હતું, તે પરિત્રાજિકાને આપીને વિસર્જન કરી. પાછા વળી તે ચારે જણ વિચાર કરવા લાગ્યા કે હવે તે આપણે, તે રાંડને કઈ વાતે છોડવી જ નહિ, માટે કઈ મંત્રસિદ્ધને મલીને મંત્રવિદ્યાથી તેને તેડાવી તેની સાથે રતિસુખ લેવું ? એમ વિચારી કેઈ એક મંત્રસિદ્ધ પુરુષને મલ્યા અને તે મંત્રસિદ્ધને પિતાનું સર્વ મનીષિત કહી બતાવ્યું, ત્યારે તે મંત્રસિદ્ધ ચારે જણને તેમનું ધારેલું કામ પાર પાડવા માટે કાલી ચૌદશને દિવસે રાત્રિને વિષે એક નિર્જન વનમાં આવવાનું કહ્યું અને તે ત્યાં આવ્યું. પછી મંત્રસિદ્ધ પુરુષ, ભૂમિને પવિત્ર કરી તેને વિષે મંડળ લખી તેનું પૂજન કરી, તે મંડળની વચ્ચે બેસી વિધિપૂર્વક દેવીને મંત્ર આરાધવા લાગ્યો. એ મંત્રની આરાધનાથી મંત્રદેવીને પ્રસન્ન કરી. ત્યાં તે પ્રસન્ન થયેલી તે દેવી સન્મુખ આવી ઉભી રહી, ત્યારે તે દેવીને સિદ્ધપુરુષે કહ્યું કે હે દેવિ ! શીલસુ દરી નામે એક અતિસ્વરુપવાન સ્ત્રી છે, તેને તમે જઈને જલદી લાવે. તે સાંભળી અચિંત્ય મહિમાવાલા મંત્રના પ્રભાવથી વશીભૂત થયેલી દેવી, આકાશમાર્ગે ગઈ ત્યા એકલી બ્રહ્મચારિણી પૌષધયુક્ત તે શીવ સુંદરી ઘરમાં સૂતી હતી, ત્યાં આવી તેને એકદમ ત્યાંથી ઉપાડીને આકાશમાં સિદ્ધપુરુષ પાસે આણી મૂકી હવે ત્યાં તેને આણું તો ખરી, પણ શીલસુંદરીના તેજને સહન ન કરી શકવાથી દેવી કહેવા લાગી કે અરે પાપી ! તે આવા નિંધ કર્મમાં મને કયાં નાખી? જા હું તારું ધારેલું કામ કરીશ નહીં. એમ કહીને ક્રોધાયમાન થઈ મંત્રાધિષ્ઠાયિકા દેવી પિતાને સ્થાનકે ગઈ પછી સિદ્ધપુરુષે તરત તે ચારે જણને લાવ્યા અને કહ્યું કે અરે દુર્વેજિત પુરુ ! તમે અહીં આવે, અને જે સ્ત્રી તમારા મનમંદિરમાં નિવાસ કરી બેઠેલી હતી તે આ પ્રત્યક્ષ આવી છે, તે એજ છે કે બીજી? તે સાભળી સર્વ ત્યાં આવ્યા, અને તેને જોઈ કે તુરત અત્યંતાત્ય ત પ્રસન્ન થઈ કહેવા લાગ્યા કે હા !!! અમારા મનને હરણ કરી હસ્તગત થતી ન હતી તે આજ છે ? પછી માત્રસિદ્ધપુરુષે કહ્યું કે હવે તમને જેમ રુચે તેમ કરો. તે સાંભળી ચારે જણે સકેત કર્યો કે જે પ્રથમ દેડી, તે સ્ત્રીને સ્પર્શ કરે, તે પુરુષ તેની સાથે પ્રથમ રતિસુખ ભોગવે એમ સંકેત કરી ઉદ્યમ યુક્ત થઇને સર્વે દયા અને જ્યા તે શીલસુંદરીની નજીક આવે છે, તેવામાં તો તે ચારે જણને એકદમ દેવીએ કાષ્ઠની જેમ વિચેતન કરી મૂક્યા, કે જેથી તે ચાલી, હાલી અને બેલી પણ ન શકે? જેમ ચિત્રામણમાં આલેખી લીધા હોય, તેવા થઈ ગયા તેને જોઈને સિદ્ધપુરુષ તે થર થર કંપાયમાન થયો કે શીલસુંદરીના ચરણને વિષે પડે, અને પ્રણામ કરી કહેવા લાગ્યો કે હે ભગવતિ ! હે પરમગિનિ ! તમારું આ પ્રકારનું અચિત્ય માડાભ્ય એ પૂર્વે જાણ્યું ન હતું, તેથી આ મે દુષ્ટ વ્યવસાય કર્યો? હવે પગે લાગી કહું છું કે એક મારે કરેલે આ અપરાધ ક્ષમા કરજો અને આજદિવસ પછી કઈ દિવસ હું આવું કામ કરીશ નહિ તમારા ચરણમાં પડેલા દીન કંગાલ એવા
પૃ. ૧૪