________________
૬૦૪ પ્રવીણ એવી સુંદરી નામે કન્યા હતી, તે સર્વ કક્ષામાં કુશલ તથા ધર્મકાર્યમાં અગ્રેસર હતી. હવે તે કન્યા અનુક્રમે યૌવન વયને પામી, તેથી શ્રાવકના સર્વ ગુણોથી પરિપૂર્ણ એવા સુભદ્ર નામે શ્રાવકની સાથે પરણાવી. તેથી જે મધ્યસ્થ લેકે હતા, તે તે તે વિવાહને વખાણવા લાગ્યા, અને તે કન્યાના જે અથ હતા, તે શેક કરવા લાગ્યા.
A એજ અવસરને વિષે તેજ નગરમાં બ્રાહ્મણના કોઈ બે પુત્ર અને બે કઈ વાણિયાના પુત્રે રહેતા હતા. તે ચારે જણ સમાનચિત્ત, સમાન વય અને સમાનગુણવાલા મિત્ર હતા. તેઓ તે શિલસુ દરીના ગુણ તથા રુપ સાંભળી તેને સ ગમ કરવામાં અત્યંત ઉસુક થયા, તેથી તે ચારે જણા અદ્ભુત એવા શ્રી ગાર પહેર્યા અને જ્યાં તે શીલસુંદરી ગવાક્ષમાં નિત્ય બેસે છે, તેની નીચે રાજરસ્તામાં તેને એડ કરવાને માટે અનેક કુચેષ્ટાઓ કરવા લાગ્યા. તે ચારે જણની ચેષ્ટા જોઈને શીલસુંદરીએ મનમાં વિચાર્યું જે ધિક્કાર છે, ધિક્કાર છે, આવા અજ્ઞ જનના વિલાસને ! અને ધિકાર છે, આવી અસાર સંસારની વાસનાને !
અને ધિક્કાર છે. આવી કામચેષ્ટાઓને ! કે જે કામચેષ્ટાથી જીવ સન્માર્ગથી ભૂલે છે અને . વળી નીચ આચારને અંગીકાર કરે પડે છે. એમ વિચારી શીવસુંદરીએ તે ચારે દુર્લવિત પુરુષને આખના કટાક્ષ માત્રથી પણ આશ્વાસન કર્યા નહિં. પછી તે પુરુષેએ ઘણુ દ્રવ્યને
વ્યય કરી કોઈ એક પરિવારિકાને મેલાપ કર્યો, અને તે પરિત્રાજિકાને પિતાની અભિલષિત - વાતની સૂચના કરી. એટલે તેને કહ્યું કે તમારે એવું કાર્ય કરવું કે તે જેથી શીલસુંદરી અમને સુરતસુખ આપે ? પછી દુષ્ટ એવી તે પરિવાજિક તેના કહેવા પ્રમાણે શીલસુંદરીને સમજાવા માટે ત્યા ગઈ ત્યાં તે તે પરિત્રાજિકાની મુખમુદ્રાથી તથા તેના ગમનથી જ સુશીલાએ મનમાં જાણ્યું કે આ પરિવ્રાજિકાને વેષ લઈ જગતમાં સુશીલ જનોને ફસાવનારી કુટિની છે અને તે ચાર દુર્વલિત પુરુષની મોકલેલી છે. એમ જાણે પિતાને ઘેર આવેલી પરિત્રાજિકાને શીલસુંદરીએ નમન માત્ર પણ કર્યું નહિં, સ્તુતિ પણ કરી નહિં. તે પણ તે તેની સન્મુખ આવીને પિતાનું કાર્ય સાધવા માટે માન વિનાની થઈને બેઠી અને કહેવા લાગી કે હે વત્સ ! દયાધર્મ તો સર્વે જીવને સંમત જ છે, તેમાં પણ શ્રાવકને તે તે સર્વ જીવની પર દયા રાખવાથી વિશેષપણે સમ્મત છે? માટે તે દુ ખીઆઓના પ્રાણનું તું રક્ષણ કર, તે સાંભળી શીલસુંદરી બોલી કે હે સખિ ! આ તું જે બેલે છે, તે કરવાનું મહાપાપ છે, અને તે કુલીન સ્ત્રીને તે સર્વથા કરવા ગ્ય જ નથી. માટે તે વાત કરતાં તને લાજ નથી આવતી? વળી હે સખિ ! જેણે વ્રત અંગીકાર કર્યા છે, એવી તું સખી પરિવારિકાને તે એવું પાપ વચને બેસવાનું પણ મહાપાપ છે આ પ્રકારના ન્યાયયુક્ત વચન સાંભળીને પરિવાજિકાએ મનમાં ધાર્યું જે આ સ્ત્રી તે નિચે સાચી જ સતી છે? પછી ત્યાંથી ગુપશૂપ ઉઠીને પિતાના સ્થાનક પ્રત્યે આવી અને તે ચાર પુરુ પાસે જઈ કહેવા લાગી કે હે પુછે ! જો તમે સુખે જીવવાની ઈચ્છા કરતા હો, તે તે સ્ત્રીના - ' સંગમ રુપ દુરાગ્રડને છેડી દ્યો. કારણ કે તમારા કાર્ય માટે મેં ત્યાં જઈને કપટથી ઘણાં