________________
૧૦૩
થઈ તેજ ગુરુ પાસે દીક્ષા લઈ, ઘણુ કાલ પર્યત મનહર ચારિત્ર પાળી, સ્વર્ગમાં ગયે અને અનુક્રમે સુકૃત કરી મેક્ષને પણ પામશે. માટે તે ધર્મકરણી કરનારી શ્રાવિકાઓ આ દષ્ટાંતથી અદત્તાદાનના ગુણ અને દોષ તમારા ચિત્તને વિષે તમે જાણી લે. એ પ્રકારનાં સાધુનાં વચન સાંભળીને તે પૂર્ણચ દ્રકુમાર ! બોધ પામેલી એવી મારી સ્ત્રીઓએ કહ્યું કે હે પ્રભે ! આજથી ચેરીથી કેઈનું દ્રવ્ય અમારે થાવજન્મ લેવું નહિં. વળી લેવું નહિં એટલું જ નહિં, પરંતુ અમારા ઘરમાં પડેલું દ્રવ્ય પણ અમારા પતિની આજ્ઞા વિના છેતરીને લેવું નહિં. હે ગુરે ! આપની સાક્ષીથી ઉત્તમ એવું એ ત્રીજ વ્રત પણ અમોએ અંગીકાર કર્યું. તે સાભળી અત્યંત ખુશી થઈને મેં ચિંતવ્યું જે આ તે ઘણું સારું થયું, હવે આ સ્ત્રીઓ મને વંચીને કઈ દિવસ ધનતું હરણ તે કરશે જ નહિં, તે પણ આ સાધુઓ જ મારી ઉપર ઉપકાર કર્યો, માટે તેના અંગમાં લાકડીના ત્રણ પ્રકાર કરવાને જે વિચાર કર્યો હતો, તે બંધ રાખી હવે હું તેને બે જ પ્રકાર કરીશ? એમ જ્યાં વિચાર કરું છું, ત્યાં તે ફરી મુનિએ દેશના દેવા માંડી કે, હે ભદ્રીસ્ત્રીઓ સર્વ વ્રતમાં શિરોમણિ પરમ ઉત્તમોત્તમ, કલ્યાણકારક, મંગલકારિ, શ્રેયકર એવું શીલવત પણ છે, તે કુલવતી સ્ત્રીને વિવાહથી આરંભીને આ વ્રત કહેલું છે. તે જેમ કે – કુલવતી સ્ત્રીને મનથી પણ પરપુરુષને અભિલાષ કઈ પણ વખત કરો નહિં. તથા સરગ દષ્ટિથી કઈ પુરુષની સામું જોવું નહિં. અને એવા શુદ્ધવતને પાલનારી સતીસ્ત્રીને મનુષ્ય તે શું ? પણ વૈરી, જલ, વિષ, વ્યાધિ, સર્પ, તાલ, અગ્નિ, તેની પણ વિપત્તિ, કેઈ દિવસ આવતી નથી. અને તે સ્ત્રી સર્વત્ર માનનીય તથા તીવ્ર તેજસ્વી થાય છે, તેની કીર્તિ જગતમાં પ્રસરે છે. તે સતીનું ચંદ્રપર્યંત શુભ યશ પ્રકાશમાન થાય છે, તે સતી સ્ત્રીને સૌભાગ્ય, સુખ, સંપત્તિ, પુત્રપ્રાપ્તિ, ચિત્તનિવૃત્તિ વગેરે સુખ પ્રાપ્ત થાય છે અને પરલોકમાં પણ સ્વર્ગ અપ વર્ગની પ્રાપ્તિ થાય છે. હે શ્રાવિકાઓ ! જે શીલભ્રષ્ટ પ્રાણી છે, તે પ્રાણી, નાસિક, હાથ, પગ, તેની ઈદ્રિઓનું છેદન દન વધ, બ ધન, ક્ષય, પ્રાપ્ત થાય છે. અને જે કુશીલા સ્ત્રી છે, તે તે પરભવને વિષે કુરુપપણુના, વંધ્યત્વના, ભગંદરરોગથી દુખિતપણાના, ૨ડા કુરંડા તથા વધ્યપણાના જન્મને પામે છે તે શીવનો મડિમા ? કે એક શીલસુંદરી જે હતી તે શીલથી સામ્રાજ્યપણાને પામી, અને તેની પર મેહ પામેલા દુર્વલિત એવા કોઈ ચાર પુરુષે હતા, તે દુશીલપણાથી મોટા દુ ખમાં આવી પડ્યા. તે સાંભળી તે સ્ત્રીએ મુનિને પૂછયું કે હે ભગવન્! તે શીવસુંદરી તે કેણ હતી, અને તેને શીલતથી કેવી રીતે સામ્રાજ્ય સુખ મલ્યુ ? તથા તે ચાર દુર્લવિત પુરુષે પણ કેણ હતા? અને તેને કેવી રીતે દુ ખ પ્રાપ્ત થયું ? તે કૃપા કરી સવિસ્તાર કહો. ત્યારે સુનિ કહે છે, કે હે શ્રાવિકાઓ ! તે વૃત્તાત કહું તે સાંભળો.
આજ વિજયને વિષે વિજયવન નામે નગર હતું, તેમાં કોઈ વસુપાલ નામે શ્રેષ્ઠી રહે હો, તેની સુમાલા નામે સ્ત્રી હતી, તેને એક સુંદર કાવાલી તથા જિનાગમમાં