SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદઘનજી અને તેને સમય. તે ભૂમિકાની શુદ્ધિ કરી તેને અભય, અદ્વેષ અને અમેદવાળી કરવાની જરૂર છે. ચાગની પ્રથમ સેવામાં ચેતનજીને રોગમાં પ્રગતિ કરાવવા માટે આવી જ રીતે તૈયારી કરવાની જરૂર છે એ વિચાર ઉપાધ્યાયજી શ્રી મદ્યશવિજયજીએ બારમી બત્રીશીમાં બતાવ્યું છે અને તેપર મે જૈન દૃષ્ટિએ ગ”ના વિષયમાં સ્પષ્ટીકરણ કર્યું છે. તે ગભૂમિકાપર શુદ્ધ દૃષ્ટિએ વિચાર કરી રોગપ્રયિા કરવા પહેલાં ગભૂમિકાનાં સ્થાન ચેતનમાંથી કચરો કાઢી નાખી તેને વિશુદ્ધ બનાવવાની આવશ્યક્તા બતાવી છે. આગળ ચતુર્થ સ્તવનમાં પ્રભુના દર્શનની તૃષા થઈ હાય-અતિ ઉત્કટ ઈચ્છા થઈ હોય એ ભાવ ચગદષ્ટિએ બતાવેલ છે. પછી પચમ તવનમા પરમાત્મભાવમાં આત્મઅર્પણ કરવાની ઈચ્છા બતાવી અસરકારક શબ્દમાં બાહ્ય આત્મભાવ, અતરાત્મભાવ અને પરમાત્મભાવ બતાવી આત્માણ કેમ થાય અને તેથી મતિના દોષો કેમ મટે તે બતાવી “સમર્પણના વૈષણવીય સિદ્ધાન્તમાં અને આ પરમાત્મદશાની વિચારણામા રહેલે આતરિક તફાવત આડકતરી રીતે બતાવી આપે છે. આવી રીતે પરમાત્મદશનુ સવરૂપ બતાવ્યા પછી પરમાત્મભાવ અને પિતાના વર્તમાન સ્વરૂપ વચ્ચે રહેલા માટે આતરે સ્પષ્ટ જોવામાં આવે છે ત્યારે એ અતર કેવી રીતે ભાંગી જાય, પરમાત્મદશા સાથે કેવી રીતે સમાપવર્તિત્વ પ્રાપ્ત થાય તેપર તત્ત્વજ્ઞાનની દષ્ટિએ વિચાર કરે છે અને તેમાં એ અંતર ભાંગતી વખતે અને ભાગ્યા પછી કે. આનદ થશે તે બતાવી પ્રભુ સન્મુખ--પરમાત્મભાવ સન્મુખ થવા આગળ વધે છે. સાતમા સ્તવનમા પ્રભુના-પરમાત્મભાવનાં અનેક નામો બતાવી, એને ગમે તે પ્રકારે ભજી, સ્વરૂપ સાધન સ્વીકારવા અને પિતાના તે સ્વરૂપને પ્રગટ કરવા વિચારણું બતાવી છે અને એવુ શુદ્ધ સ્વરૂપ પિતાને જોવા મળે એવી ઈચ્છા આઠમા સ્તવનમાં બતાવવામા આવી છે તેમ જ એ પરમાત્મભાવ પિતાને અત્યાર સુધી દર્શનરૂપે પ્રાપ્ત થ નથી એમ બતાવતાં અનેક ગતિઓમાં ચેતન- , છની પ્રગતિ અને ગતિ આગતિ કેમ થાય છે તેનું રહસ્ય બતાવી આપ્યું છે. હવે આટલા પ્રયાસ પછી બાહ્ય દ્રષ્ટિએ પરમાત્મભાવનું દર્શન થાય છે ત્યારે નવમા સ્તવનમાં બાહ્ય અને અંતરગ પૂજા
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy