SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ 85 ચોવીશીના વિષયે. કરી પરમાત્મભાવ વિચારવા, તેની સન્મુખ જવા, તેને આદરવા અને પરંપરાએ તેથી થતી સાધ્યપ્રાપ્તિ તરફ લક્ષ્ય રાખવાની સૂચના કરી પછી પ્રભુ સન્મુખ થયેલ ચેતનછ દશમા સ્તવનમાં કેટલીક ત્રીભગીઓ વિચારે છે. અહીં તાત્તિવક દૃષ્ટિ કરતાં ધાર્મિક દૃષ્ટિએ વિચારણા થાય છે તે ખાસ લક્ષ્યમાં લેવા ચોગ્ય છે. અહીં સુધી બાહ્ય વિચાર કરી હવે અતરાત્મદશાએ, વસ્તુગત સ્વરૂપે, અધ્યાત્મ મતની દષ્ટિએ પરમાત્મભાવની વિચારણા કરે છે ત્યારે તેમને બારમા સ્તવનમાં પરમાત્મદશાનાં ઘણાં નામ પ્રાપ્ત થાય છે તેમાંથી કેટલાંકપર વિચાર કરી આત્મજ્ઞાનનું અને દ્રવ્યલિંગનું લક્ષણ બાંધી પ્રભુની ભેટ કરે છે, મતલબ પરમાત્મભાવનું સ્વરૂપ અહીં કાંઈક સાક્ષાત્કાર રૂપે થાય છે. તેના જવાબમાં તેરમા સ્તવનમાં આનંદમાં આવી હવે પિતાનાં સ્થૂળ દુઃખ દૂર ગયાં એમ બતાવી પ્રભુસ્વરૂપની રસુતિ કરે છે, તેમના નામનું રટણ કરે છે, તેમની પ્રતિમાના શાંત ભાવની વિચારણા કરે છે અને તેની સાથે જ ચોદમા સ્તવનમાં એ પરમાત્મભાવની સેવાનાની મુશ્કેલીઓ પોતાના લયમાં છે એમ બતાવી આપે છે, કારણ કે પંદરમા સ્તવનમાં તુરત જ જણાવે છે કે પ્રભુને ગાઉં છું, પણ હજુ ધર્મને–પરમાત્મભાવને મર્મ પામી શકાય એમ જણાતું નથી અને તે સ્પષ્ટ કરવા ઘણા વિસ્તારથી શાંતિસ્વરૂપ સેળમા સ્તવનમાં વર્ણવે છે અને ત્યાર પછી સત્તરમા રતવનમાં જણાવે છે કે આટલી વાત કરતાં છતાં, આવા ઉચ્ચ આધ્યાત્મિક પ્રદેશમાં ઉડ્ડયન કરવાના વિચારે છતાં મન હજુ સ્થિર રહેતું નથી, તે જ્યાં ત્યાં રખડ્યા કરે છે. મનપર અંકુશ પ્રાપ્ત થવે તે રોગમાં અતિ આગળ વદ પછી બનવાજોગ છે એમ જણાવી પરમાત્મભાવને ધર્મ–તેની ફરજો અને જવાબદારીઓ અને તેને અને પથયદૃષ્ટિ તથા સ્વપર સમયની વિચારણું અનુભવ દ્વારા અઢારમા સ્તવનમાં કરી ખાસ પરમાત્મભાવ સમજાવવા માટે ઓગણુશમા સ્તવનમાં અટાર ફૂષણપર વિસ્તારથી ઉલલેખ કરી વશમાં રતવનમાં આત્મતત્વની વિચારણુ અને એકવીશમાં સ્તવનમાં પત્ દર્શનેનું અરસપરસ સ્થાન કર્યું છે અને તેનાં કારણે કેવાં છે તે બહુ સ્પષ્ટ રીતે બતાવે છે. આવી રીતે એકવીશ સ્તવનમાં આત્માની ઉત્ક્રાંતિ બતાવનાર ગી
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy