SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ બારમું આદધનજી અને ચોપાટ. વળી કહ્યું કે ચેતન હજુ તે આનંદના સાધન તરીકે ચાપાટ ખેલ્યા કરે છે. આ રોપાટ કાંઇ સાધારણ પ્રકારની નથી, પણ અલંકારિક છે, આધ્યાત્મિક છે, અદ્ભુત છે, એ ચોપાટની રમત જેઓને પાસાવડે રમતાં આવડતી હશે તેઓ આ પદને રહસ્યાર્થ બહુ સારી રીતે સમજી શકશે. આ પ્રાણી હજુ ચોપાટની ભાજી ખેલ્યા કરે છે. અત્ર કવિ એવી ઘટના કરે છે કે દુર્મતિરૂપ કુજા જેની દાણા ચલાવવાની રીતિ હમેશાં વક જ હોય છે તે સમુદ્ધિરૂપ રાધિકા સાથે ચોપાટ રમે છે. ચોપાટની રમત રમવામાં કેટલાક સંગઠી ગાંડી કરે છે જેની ગતિ હમેશાં વક હોય છે, તે અંદરથી બહાર આવી તદ્દન અવળી ચાલે ચાલે છે અને વચ્ચે જે આવે તેનો તોડ કરતી જાય છે. આવી રમત કુમતિને બહુ પસંદ છે. તેની ગતિ નિરંતર વક્ર જ રહે છે, તેને સીધી ચાલ પસંદ આવતી નથી. હવે અહીં કુજા અને રાધિકા બાજી ખેલે છે તેમાં કાજા ગમે તેટલી વક ગતિ કરે છે, આડીઅવળી ચાલ ચાલે છે, પણ છેવટે રાધિકાને જય થાય છે અને કુજા હારે છે. તેવી જ રીતે કુમતિ અને સુમતિ વચ્ચે જે પાટને દાવ ખેલાય છે તેમાં અનેક જાતની ચાલ ચલાય છે, દા નખાય છે અને સગડીઓ ચલાવાય છે, પણ છેવટે સદબુદ્ધિને જય થાય છે. બાજીનું છેવટતું પરિણામ આ છે. રમત ચાલતી હોય ત્યારે વચ્ચે તે અનેક રંગ બદલાતા જાય છે. કેઈવખત તો એમ લાગે છે કે આ બાજીમાં સુખદ્ધિ. તદ્દન હારી જશે, પણ વળી કોઈ એવી તરેહના પાસા પડી જાય છે કે બાજી આખી ફરી જાય છે અને છેવટે જયતે સદ્દબુદ્ધિને જ થાય છે. સદ્દબુદ્ધિ–સુમતિ એ conscience ( કે ન્સ) સમજવી, એ નિરંતર શ્રેષ્ઠ માર્ગ બતાવનાર છે, એનાયર જે મહના ઉછાળાની અસર થતી ન હોય, મમત્વને પાસ લાગતે ન હોય, વ્યવહારની ખાટાં મંત તેનાપર કાબુ ધરાવતાં નહેય તે એ નિરંતર શુદ્ધ માર્ગદર્શક રહે છે, પરંતુ જ્યારે તેના પર સ્વાર્થનું વાતાવરણ ફરી વળે છે, મેહનું સામ્રા જ્ય પથરાય છે, ત્યારે તે પોતાનું કામ કરી શકતી નથી. છતાં પણ તે દરેક પ્રસંગે પિતાને દેખાવ તે દે છે. ખૂન કરનારને પણ એકવાર તે તે આંચકે આપે છે, પાછો હઠાવે છે, પણ પછી કષાયાદિ વિભાવનું જોર વધતાં કુમતિ પ્રબળ થઈ જાય છે એ સદેહ વગરની વાત છે.
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy