________________
૧૧૨
આનંદઘનજીનાં પદા.
[ પદ
અનાદ્ધિ અભ્યાસપુર હવે પાદાઘાત કરી અને અનંત સુખ તરફ દૃષ્ટિક્ષેપ કરી. આ મનુષ્યભવની સાર્થકતા એ સાધ્યનું દર્શન કરી તેના સમીપે જવામાં છે. તમે જેમાં અધુના મસ્ત છે તે તમારાં નથી, તમારાં થયાં નથી અને થવાનાં નથી, માટે સ્વકુટુંબીને ઓળખી કુલટા સ્ત્રીના ત્યાગ કરી અને અનંત રસરંગમાં રેલાઈ જાઓ, એ આખા પતના રહસ્યાર્થ છે. ઉપાનઘાતમાં જણાવ્યું છે તે પ્રમાણે દરેક પદના રહસ્યમાં મુખ્યતાએ એકજ હકીકત પ્રાપ્ત થાય છે. સ્વપરનું વિવેચન કરો અને પરિણતિની નિર્મળતા કરો અહીં માહ રાજા સાથે યુદ્ધ કરી અનુભવરીતિ વરવાની જે વાત કરી તેમાં સ્વ અને પરતું વિવેચન મુખ્ય ભાગ મજાવે છે. એ સ્વપર વિવેચનથી જ પોતાના ખરા કુટુંખીએ કાણુ છે તેના વાસ્તવિક વિચાર આવે છે અને તેને લઈને પછી અત્ર વર્ણન કર્યું તેવું તુમુલ યુદ્ધ થાય છે, જેને પરિણામે ચૈતનજી મહા શુદ્ધ દશા પ્રાપ્ત કરી શુદ્ધ ચેતનાને સર્વાંગે ધારણ કરી બેસી જાય છે મતલખ શુદ્ધ ચેતના પ્રગટાવે છે અને તે વખતે તેમની સર્વે ઉપાધિ દૂર થઇ જાય છે, શુદ્ધ ગુણા પ્રગટે છે અને અનંત કાળ સુધી આનંદ આનંદ પ્રસરી રહે છે.
-
પઢ બારમું.
साखी - कुबुद्धि कुवजा कुटिल गति, सुबुद्धि राधिका नारी; चोपर खेले राधिका, जीते कुवजा हारी.
“કુબ્જા કુમતિવાળી અને વિપરીત રીતિવાળી છે અને રાધિકા સુમુદ્ધિવાળી સ્ત્રી છે; તે અન્ને ચાપાટ ખેલે છે (તેમાં) રાધિકા જીત મેળવે છે અને કુબ્જા હારી જાય છે.”
ભાવ–સુમતિએ શ્રદ્ધા પાસે ઉપર જણાવેલી સર્વ હકીકત કહી અતાવી અને અનુભવની રીતિ આદરવા પછી ચૈતનજીને મેહ રાજા સાથે તુમુલ યુદ્ધ થશે, તેમા છેવટ ચેતનના જીતના ડંકા વાગશે અને ચેતનજી સર્વાંગે શુદ્ધ ચેતનાને ભેટી એસશે એ વાત કહી બતાવી.
* કુમા' તે સ્થાને ‘મરી એવા પણ પાઠ ક્વચિત્ જોવામાં આવે છે સાખી, બુદ્ધિમતિ અજન્તા, જેનાપર કૃષ્ણ મેહી ગયા હતા કુટિલગતિ= વગતિવાળી છે ચાપ ચાપાટ