SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યવિજય પંન્યાસ. 10 વિજ્યપ્રભસૂરિ ઉપક્ત રીતે તપગચ્છના ૬૧ મા ગચ્છાધિપતિ તેઓના ગુરૂ વિજયદેવસૂરિના વખતમાં કાળધર્મ પામ્યા હોવાથી કેટલાક વિજયપ્રભસૂરિને ૨૧મી પાટે ગણે છે અને પ્રશસ્તિમાં પરપરા જણાવતાં ઉપાધ્યાયજી ઉપરોક્ત ટાંચણમાં જોશો તે દેવસૂરિ પછી વિજયપ્રભસૂરિને જ મૂકે છે. તેઓને જન્મ કચ્છમાં હતું, દીક્ષા સં. ૧૬૮૬માં, પંન્યાસપદ ૧૭૦૧માં, ગંધાર નગરમાં સૂરિપદ સં. ૧૭૧૦ માં અને સ્વર્ગગમન સ. ૧૭૪લ્માં થયું. આ બન્ને ગચ્છાધિપતિ જબરજસ્ત હતા, તેમણે સત્યવિજય પંન્યાસને ક્રિયાઉદ્ધાર કરવાની રજા આપી હતી, પરંતુ વિજ્યપ્રભસૂરિ અને તે માર્ગ. આદરી શક્યા નહિ, આ તેઓમાં કાંઈક નબળાઈનું રૂપ બતાવે છે. કિયાઉદ્ધાર સંબધી હકીકત કાંઈક ઉપર લખી છે, વિશેષ હવે પછી પણ આવશે. સત્યવિજય પંન્યાસ: સમકાલીન મહાત્મા પુરૂષામાં સત્યવિજય પંન્યાસનું નામ ખાસ ધ્યાન ખેંચે છે. બાલવયમા આચાર્ય વિજ્યસિહસૂરિ પાસે દીક્ષા લઈ તેઓએ શાસ્ત્રાભ્યાસ ક્યોં. તેઓએ વર્તમાન સ્થિતિ જોઈ ગુરૂમહારાજને વિજ્ઞપ્તિ કરી કે હાલમાં ક્રિયાશિથિલતા બહુ વધી ગઈ છે અને તે સંબંધમાં મેટે ફેરફાર કરી શાસ્ત્રાણાનુસાર વિહાર, આહાર, તપસ્યા આદિ કરવાની જરૂર છે, આથી આપની આજ્ઞા હેાય તે હું ક્રિયાઉદ્ધાર કરૂં ગુરૂમહારાજ વિજયસિંહરિની રજા મેળવી તેઓએ ક્રિયાશિથિલતા દુર કરી. તેઓને વિહાર મોટે ભાગે મારવાડમાં હતું એમ તેઓના રાસપરથી જણાય છે. તેઓને પન્યાસપદ સંવત ૧૭૨૯ માં સેજિત ગામમાં વિશ્વપ્રભસૂરિએ આપ્યું હતું. તેઓ વનવાસમાં આનંદઘનજી સાથે ઘણું વરસ રહ્યા હતા એમ શ્રી તવાદર્શમાં આત્મારામજી, મહારાજે બતાવ્યું છે. વીરવિજયે જે પ્રશસ્તિ ધમ્મિલના રાસની લખી છે અને જેનું ટાંચણ ઉપર થઈ ગયું છે તે પરથી જણાય છે કે તેઓએ પિતાના ગુરૂ વિજયસિંહસૂરિને આચાર્યપદવી લેવાની ના પાડી અને ક્રિયાઉદ્ધાર કરવાની આવશ્યકતા જણવી. સૂરિમહારાજે પાટ તેમને ભળાવી અને ગ૭નો ભાર તેમના ઉપર મૂકો. વિજયસિંહસૂરિ મહારાજના વર્ગગમન પછી સંઘ સમક્ષ તેમણે વિજયપ્રભ
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy