SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ 106 આનંદઘનજી અને તેને સમય. હતા. ગમે તે કારણથી વિજયસેનસૂરિના શિષ્ય વિજયતિલકસૂરિએ શિરેહી નગરમાં સંવત્ ૧૬૭૬માં તેમને સૂરિપદવી આપી અને તે વખતથી તપગચ્છમાં એક સાથે બે ગચ્છાધિપતિ થયા. વિજયદેવસૂરિના સંતાનીય દેવસૂર’ ગરછના કહેવાયા ત્યારે આ સૂરિના શિષ્ય “આણુસૂર” ના નામથી ઓળખાયા. આ વખતે તપગચ્છમાં બે મોટા ફાંટા પડી ગયા તે માત્ર આચાર્યને અંગે હતા, એમની ક્યિા કે નિયંત્રણમાં વ્યક્તિને અને કાંઈ ફેરફાર હોય તે ભલે, બાકી તાત્ત્વિક તફાવત શરૂઆતમાં કાંઈ હતું નહિ અને ત્યાર પછી પણ કાંઈ થઈ શક હોય એમ મારા સમજવામા આવ્યું નથી. ગમે તેમ હાય પણ આવા અંગત કારણને લીધે વિભાગ પડવાથી જૈન શાસનનું જોર નરમ પડતું ગયું અને પરિણામે અત્યારે આપણે જે સ્થિતિ જોઈએ છીએ તેની શરૂઆત આ સમયમાં થઈ ગઈ અને બહારના અનેક નાશક તવેની સામે થવામાં શક્તિને વ્યય કરવાની જરૂરીઆત ઉપરાંત અદરની બાબતમાં ઘણું ધ્યાન આપવાની અને તેની વ્યગ્રતામાં બહારનુ ઘણુ કમ વિસારી દેવાની જરૂર પડી. અર્થ વગરની ચર્ચાઓમા અને અરણ્યરસ આક્ષેપમાં ત્યાર પછીથી તે અત્યારસુધી અને ખાસ હાલના વખતમાં એટલે સમય વ્યતીત થાય છે કે શાસનહિતનાં જરૂરી કામ વિસારી દઈ બાજુએ મૂકવાં પડે છે. આ બાબતમાં દીર્ધ દૃષ્ટિ વાપરી માટે ઉપચાગી ફેરફાર ક્રિયા અને વર્તનને અંગે કરવાની જરૂરીઆત કદાચ બહુ થોડા વખતમા આવી પડે છે તેમાં બહુ નવાઈ જેવું લાગતું નથી. વિજયસિંહસૂરિ તપગચ્છની ૬૧ મી પાટે આ મહાત્મા થયા. તેઓ શ્રી વિજ્યદેવસૂરિના પટ્ટધર હતા. તેઓને જન્મ મેડતા શહેરમા સંવત ૧૬૪૪ માં, દીક્ષા સં. ૧૯૫૪માં, વાચક પદ સ. ૧૯૭૩ માં અને સૂરિપદ ૧૬૮૨ મા અને સ્વગમન સ. ૧૭૧૦ માં થયું. તેમના પછી તેમના ગચ્છાધિપતિ ગુરુ વિજયદેવસૂરિ ૧૭૧૨ માં કાળધર્મ પામ્યા જેમણે પિતાની પાટે વિજ્યપ્રભસૂરિની સ્થાપના કરી. ગચ્છાધિપતિના વખતમાં વિજયસિંહસૂરિએ કાળ કર્યો હતે છતાં તેઓને કેટલાક ૬૧ મી પાટે ગણે છે તેનું કારણ સમજવામાં. આવ્યું નથી.
SR No.011589
Book TitleAnandghan Padya Ratnavali Part 01
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1918
Total Pages832
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Spiritual
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy