________________
शब्दनित्यत्वनिरासः।
[ . . જેન–તે પછી અકારાદિ સમસ્ત વર્ણોમાં પણ વ્યંજકના ભેદથી જ ભેદ માને અને એમ થતાં જગતમાં એક જ વર્ણ રહેશે, અર્થાત્ વર્ણભેદ અનાવશ્યક બની જશે.
મીમાંસક–“આ પણ ગકાર છે,’ આ પણ ગકાર છે એવી એકસરખી પ્રતીતિ જેમ ગકારમાં થાય છે તેમ અકારાદિ સમસ્ત વર્ણોમાં એકસરખી પ્રતીતિ થતી નથી પણ આ અકાર છે? “આ ગકાર છે એવી ભિન્ન ભિન્ન પ્રતીતિ થાય છે માટે એક વણે માની શકાય નહિ.
જૈન–એમ ન કહેવું, કારણ કે-આ પણ વર્ણ છે “આ પણ વણ છે એ રીતે એકાકાર બંધ થાય જ છે.
મીમાંસક–આ એકાકાર બોધ સામાન્ય નિમિત્તક છે.
જેન–તો ગકારાદિમાં પણ તે એકાકાર બોધ સામાન્ય નિમિત્તક જ થશે. અર્થાતુ બધા ગકારમાં ગત્વ સામાન્ય માનવું પડશે.
મીમાંસક–અકાર ઈકારાદિમાં તે ભેદ જેવાય છે, પરંતુ ગર્ગાદિના ગકમાં સ્થાન અને આસ્વપ્રયત્ન તુલ્ય હોવાથી ભેદ દેખાતું નથી.
જન—“ જો દરિરિત્તિ દૃશ્વારા આ વાકયમાં રહેલ હકાર કંઠય હકાર છે. પણ વહિં” અને “જિહ્ય' આદિ શબ્દગત હકાર ઉરસ્ય છે. તેમાં “વલિ જિહ્માદિમાં વર્ગના પંચમ અક્ષરથી સંયુકત હકાર છે તે ઉરસ્ય છે” એ વચન પ્રમાણે છે. તેથી ઉરસ્થાનવાળો હોવાથી વહિં આદિને હકાર ભિન્ન સ્થાનવાળે પ્રતીત થાય છે. તેથી તે ભિન્ન વર્ણ થઈ જશે.
વળી, ગકારમાં પણ ભેદાવભાસ છે જ, કારણ કે આ કાર તીવ્ર છે, આ ગકાર મન્દ છે એ પ્રમાણે તેમાં પણ ભેદની પ્રતીતિ છે.
મીમાંસક–એ તીવ્રતાદિ ધર્મો વ્યંજકગત છે પણ ગકારમાં જણાય છે.
અન—આને ઉત્તર તે અમે આપી ચૂક્યા છીએ (૪. ૯. હ૩) વળી, એમ જ હોય તે અકાર ઈકારાદિમાં અનુભવાતા તે તે ભેદે પણ વ્યંજકગત જ થશે, અને તેમ છતાં જગતમાં એક જ વર્ણ કેમ ન થાય ?
અથવા ગકારમાં ભલે વિશેષાવભાસ–વિશેષતાને બોધ ન થતો હોય, પણ ભેદને-અનેકતાને અવભાસ તો થાય છે જ, કારણ કે-આ ઘણું ગકાર છે, એવી પ્રતીતિ થાય છે અને વિશેષાવભાસ વિના પણ ભેદ જ્ઞાન તે સંભવે છે, જેમ કે-સરસવના ઢગલામાં રહેલા સરસવમાં પરસ્પર નાના મોટાને વિશેષ જણાતે નહિ હોવા છતાં પણ તેઓને ભેદ(અનેક્તા) તે જણાય છે, આ પ્રકારે ગકારમાં ભેદ(અનેકતા) સિદ્ધ થયે અને એ ભેદ સિદ્ધ થવાથી ગકારાદિ વર્ષોમાં રહેલ સામાન્ય જ વાચક થશે. વસ્તુતઃ સદશ પરિણામવાળું ગોશષ્યત્વ જ વાચક છે. | મીમાંસક–આ ગોશબ્દત્વ એટલે અનુક્રમે વ્યક્ત થનાર ફકત બે વર્ણ જ છે, પરંતુ કોઈ એક ગોશબ્દરૂપ વ્યકિત નથી.
જેન—એમ ન કહેવું. કારણ કે હજુ સુધી શબ્દનું નિત્યત્વ સિદ્ધ થયું નથી, તેથી તમારે આ ઉત્તર કેણીએ લાગેલા ગેળના જે છે અર્થાત્ નકામે