________________
(૨) અને મનુષ્યની સામાન્ય શક્તિ પ્રફુલ્લિત થઈ શકે તેને આધારે આવા જોખમકારક સાહસને થોડે ઘણે ન્યાય મળવા સંભવ છે.
અપેક્ષિત વિચારો અને વચનોની અપેક્ષા સમજવાની યોગ્યતા આવા ગ્રંથાના વાંચન વિચારમાં પ્રથમ દરજો અગત્યતા ધરાવે છે. કારણકે, કઈ સ્થળે મહાવીરની વ્યક્તિને પૃથગ માનીને લખાએલું હોય છે, ત્યારે બીજે સ્થળે મહાવીરને ઉદ્દેશીને લખાયું હોય છે, તે આત્માની પરમાત્મ સ્થિતિ પર આત્મા અને મહાવીર પરમાત્માને અકય ભાવથી ઉદ્દેશીને લખાએલું હોય છે. આત્માની અંતરંગ દિશા કે જે કેવળ પક્ષ છે, તેને વિશેષ સુક્ષ્મ રીતે જાણવાને માટે એકેરિયન જ્ઞાનવાળા જેઓ કહેવાય છે અથવા જેઓને શાસ્ત્રના અમુક વચનને વળગી રહેવાની ટેવ હોય છે, તેઓને યોગ્યતા વાળા ગણ શકાય નહીં. જે વિચા-- રે બાહ્ય અને અંતરંગ જગતના સિદ્ધાતિને સાદા સરલ પરંતુ યથાર્થ રીતે ખાત્રી આપે તેવા-ઉદાહરણ અને પુરાવાને સિદ્ધ કરી આપે છે, તેને તાદશ અને નુભવ શાસ્ત્રના અમુક પાઠથી કે કઈ પ્રસંગના અમુક વચનને પકડી રાખવાથી જાણી શકાતો નથી પરંતુ તે જાણવાને માટે વિવેકની તીક્ષ્ણતા વિશેષ ઉપયોગી સાધન થઈ પડે છે. - આત્માને પરમાત્મ અવસ્થા સુધી લઈ જવાને આ ગ્રંથમાં જે સિદ્ધાંતનું પ્રતિપાદન કર્યું છે, તે કઈ પણ શાસ્ત્રના સીધા આધાર વાળુ જણાશે નહીં પણ આડકતરી રીતે તે તત્ત્વ વિચારમાં વિરામ પામી પ્રમાણભૂત દેખાશે. તેમ તેમાં જે અનુક્રમ અને ધોરણ અખત્યાર કહેલ છે, તે એવા પ્રકારના છે કે, જે આજસુધી કોઈ પણ જૈન ગ્રંથો લખવામાં આ પ્રકારે લેવામાં આવ્યા નથી. આ ગ્રંથની શૈલી કાંઈક પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનીઓના ધરણને મળતી આવે છે ખરી તે પણ તેમાં એ મિશ્રિત ભાવ થઈ ગયેલું જણાય છે કે તેને કોઈ નવીન વિ. ચિત્ર શૈલી કહે છે તે કેવળ ભુલ ભરેલું છે એમ કહી શકાશે નહીં આ પ્રમાણે ની સ્થિતિ હોવાથી લેખક અને વાચક વર્ગને બંનેને પિતાની જોખમદારી સમજવી જરૂરી છે. તેના અભાવે ઘણી વખતે અનર્થ થવાનો ભય રહે છે.
સાંપ્રતકાળે જે જાગ્રતિનો અને શોધ ખોળ કરવાનો જમાને ચાલે છે અને, વિધાન તથાગત શાસ્ત્રીઓ જે પદ્ધતિ સ્વીકારતા જાય છે, તે પદ્ધતિ જૈન સાન યિની ખીલવણીને માટે ઘણી જ અગત્યની છે; પરંતુ જેન લેખકે જુની શેલીને બહુજ ચુસ્ત રીતે વળગી રહેલા હેવાથી તેઓ વિરતીર્ણ જેન સાહિત્યને સંકુચિત કરતા જાય છે. અને પોતાની શક્તિને ઘણુંજ તીવ્ર રીતે જાગ્રત કરી શકે તેવા