________________
પ્રસ્તાવના.
આહંત સાહિત્યમાં ચરિતાનુયોગને વિષયવિશ્વ વ્યવહારમાં વિશેષ ઉપયોગી છે, તેની અંદર ધર્મ, નીતિ અને વર્તનના એવા ઉત્તમ તત્ત્વો રહેલા છે કે જે તો મનુષ્ય જીવનની ઉચ્ચતાને આપનારા છે. તેમાં પ્રાચીન વીર પુરૂષોના એ. તિહાસિક જીવનની અને સિદ્ધાંતિક કે આધ્યાત્મિક જીવનની દિશાઓ કેવળ જુદી જુદી હોય છે. જે ઐતિહાસિક જીવન છે, તે પ્રયોગ શીલ પૂરાવાની અપેક્ષા :ખતું નથી અને કદિ રાખે તે તે મળી આવવું કઠિન છે. જ્યારે સિદ્ધાંતિક કે આધ્યાત્મિક જીવન જગતમાં જેટલા જેટલા આત્માને સત્ય પ્રતીત થઈ શકે છે, તેના ચેકસ પૂરાવા અને દાખલા-દલીલથી પ્રતીતિ કરાવી શકાય છે. ઐતિહારિક જીવનમાં વ્યવહારિક તેમજ બાહ્ય જીવન મોટી જગ્યા રોકે છે. જ્યારે વિદ્ધાંતિક કે આધ્યાત્મિક જીવન અંતર્ગત દશા પ્રતીતિ કરાવવાનું અને જે દૃશ્ય નથી તેનો યોગ્યતા પ્રમાણે અનુભવ કરાવવાને ઘણુજ વિસ્તીર્ણ જ્ઞાનના વાતાવરણમાં આત્માને ઓતપ્રત કરી શકે છે
અહિં પ્રસ્તુતમાં મહાવીર પરમાત્માનું ઐતિહાસિક જીવન પ્રસિદ્ધ છે. દરેક જેને વર્ષમાં એકવાર તેનું શ્રવણ કરે છે અને માત્ર અપૂર્વ શ્રદ્ધાથી અને પૂજ્ય બુદ્ધિ તથા ભક્તિ ભાવથી તેની ઉચ્ચતાને ગ્રહણ કરે છે, છતાં તેમના જી. વનનું અનુકરણ ઘણું થડા મનુષ્ય કરી શકે છે, એમ આપણે કહીએ તો તેમાં ઘણું સત્યતા છે, તે છતાં ઐતિહાસિક જીવને શ્રદ્ધાળુ મનુષ્યને અતિ ઘણું ઉપકારને કરનારું થઈ પડે છે, એ નિઃશંક છે
ઐતિહાસિક જીવન અને સિદ્ધાંતિક જીવનની દિશાઓ જુદી જુદી હોવાથી બંને પ્રકારના જીવનને સાથે શુદ્ધ ન્યાય આપી શકો અશક્ય છે. વળી ઐતિહાસિક જીવનના ઘણાં સાધનો હોવાથી સિદ્ધાંતિક કે આધ્યાત્મિક જીવનની અગત્યતા જોઈ શકાય છે. જોકે પરમાત્મ પદને પ્રાપ્ત થયેલા શ્રી વીર પરમાત્માનું અંતરંગ સિદ્ધાંતિક જીવન લખવાને પ્રવૃત્ત થવું, એ એક જાતનું જોખમવાળું સાહસ કહી શકાય. કારણકે, જે સ્થિતિ વર્ણવતાં તે સ્થિતિના પ્રત્યક્ષ અનુભવ વગર તે તાદાપણે વર્ણવી શકાય નહી તો પણ મનુષ્યમાં જે પરમાત્મ અવસ્થા. આવરણમાં પ્રચ્છન્ન રહેલી છે, તે અવસ્થાને પ્રગટ કરવાને જે અનુક્રમ માર્ગ વીર પરમાત્મા જેવા મહા પુરૂષના જીવન ચરિત્રમાંથી મળી શકે છે તેના આધારે