________________
જેમના દીક્ષાગુરુ અગિયાર અગના ધારકનંદીક્ષમણ હતા, અને પ્રગુરુ અર્થાત ગુરુના ગુરુ વાચકમુખ્ય શિવશ્રી' હતા; વાચનાથી એટલે વિદ્યાગ્રહણની દષ્ટિએ જેમના ગુરુ મૂલ” નામક વાચકાચાર્ય અને પ્રગુરુ મહાવાચક “મુંડપાઇ ક્ષમણ હતા; જેઓ ગાત્રે “કભીપણિ હતા; જેઓ “સ્વાતિ પિતા અને “વાસી’ માતાના પુત્ર હતા; જેમનો જન્મ “ન્યાધિકારમાં થયો હતો; જેઓ “ઉનાગર’ શાખાના હતા, તે ઉમાસ્વાતિ વાચકે ગુસ્પરંપરાથી પ્રાપ્ત થયેલ શ્રેષ્ઠ આહંત ઉપદેશને બરાબર ધારણ કરી તેમજ તુચ્છ શા વડે હણાયેલ બુદ્ધિવાળા અને દુઃખિત લોકોને જોઈને, પ્રાણીઓની અનુકંપાથી પ્રેરાઈ, આ સ્પષ્ટતાવાળું “તત્ત્વાર્થાધિગમ નામનું શાસ્ત્ર વિહાર કરતાં કરતાં “કુસુમપુર (પાટલિપુત્ર) નામના મહાનગરમાં રચ્યું. જે આ તસ્વાર્થશાસ્ત્રને જાણશે, અને તેમાં કહેલું આચરશે, તે મોક્ષનામક પરમાર્થને જલદી મેળવશે." ..
'
તત્વાર્થ પ્રશ્નોત્તર દીપિકા પુસ્તક પહેલું કિંમત રૂા. ૨૦-૦
પ્રાપ્તિસ્થાન : મેઘરાજ જૈન પુસ્તકભંડાર , બુકસેલર એન્ડ પબ્લિશર, કીકા સ્વીટ
સુંબઇ નં. ૨