SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ૨૨૫ ત્રણ અંશ સિનગ્ધના ત્રણ અંશ રૂક્ષની સાથે. આવા 'સ્થળમાં કોઈ એક સમ બીજા સમને પિતાના રૂપમાં પરિણત કરી લે છે. પ્રશ્ન: અધિકાંશ સ્થળમાં કેમ બને છે? ઉત્તર : અધિકાંશ સ્થળમાં અધિકાંશ જ હીનાંશને પિતાના સ્વરૂપમાં બદલી શકે છે જેમ પંચાંશ સ્નિગ્ધત્વ ત્રણ અંશ સ્નિગ્ધત્વને : પોતાના સ્વરૂપમાં પરિણત કરે છે, અર્થાત ત્રણ અંશ સ્નિગ્ધત્વ પણ - પાંચ અંશ સ્નિગ્ધત્વના સંબંધથી પાંચ અંશ પરિમાણ થઈ જાય છે. - આ રીતે પાંચ અંશ સ્નિગ્ધત્વ ત્રણ અંશ રૂક્ષત્વને પણ સ્વરૂપમાં મેળવી લે છે અર્થાત રક્ષત્વ, સ્નિગ્ધત્વરૂપમાં બદલાઈ જાય છે, - જ્યારે રૂક્ષત્વ અધિક હોય ત્યારે તે પણ પોતાનાથી ઓછા સ્નિગ્ધ વને પોતાના સ્વરૂપ અર્થાત રૂક્ષત્વરૂપ બનાવી લે છે. હવે દ્રવ્યનું લક્ષણ કહે છે : गुणपर्यायवत् द्रव्यम् ।३७१ શબ્દાર્થ . ગુણવત્ –ગુણપર્યાયવાળું ચન્દ્રવ્ય : સૂત્રાર્થ દ્રવ્યગુણ પર્યાયવાળું છે. . ' વિશેષાર્થ–સમજાતી પ્રશ્ન : વ્ય કોને કહેવાય? છે. ઉત્તર : જેમાં ગુણ અને પર્યાય હોય છે તેને દ્રવ્ય કહેવાય છે. આ પ્રશ્ન : દ્રવ્યનો સ્વભાવ કેવો છે ? . . ઉત્તર : પ્રત્યેક દ્રવ્ય પિતાના પરિણામી સ્વભાવને કારણથી સમયે સમયે નિમિત્ત પ્રમાણે ભિન્નભિન્ન રૂપમાં પરિણત રહે છે, અર્થાત વિવિધ પરિણામોને પ્રાપ્ત કરે છે. * * પ્રશ્ન : દ્રવ્યનો ગુણપર્યાય કોને કહે છે?
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy