SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા પ્રશ્ન : ગંધ: કેટલા પ્રકારની છે? ઉત્તર : ગંધના બે પ્રકાર છે. જેવી કે સુગંધ અને દુર્ગધ પ્રશ્ન : વર્ણ કેટલા પ્રકારના છે? ઉત્તર : વર્ણ પાંચ પ્રકારના છે જેવા કે કાળો, લીલો, લાલ, પીળા અને સફેદ. ' પ્રશ્નઃ તે પ્રત્યેકના કેટલા ભેદ છે? ઉત્તરઃ તેમના પ્રત્યેકના સંખ્યાત, અસંખ્યાત અને અનંત -ભેદ તરતમ ભાવથી થાય છે. પ્રશ્ન : તે ભેદ શાથી થાય છે તે દષ્ટાંત સાથે સમજાવો. . ઉત્તરઃ તેના તારતમ્ય પ્રમાણે ઉપરોક્ત ભેદ થાય છે. દાખલા તરીકે જે જે વસ્તુ મૃદુ હોય છે તે બધાના મૃદુત્વમાં કાંઈ ને કાંઈ તારતમ્ય હોય છે. એ કારણથી સામાન્યરૂપે મૃદુત્વ સ્પર્શ એક હેવા છતાં પણ તેના તારતમ્ય પ્રમાણે સંખ્યાત, અસંખ્યાત અને અનંત સુધી ભેદો થઈ શકે છે, એ જ રીતે કઠિન આદિ અન્ય સ્પર્શીના. વિષયમાં તથા રસ આદિ અન્ય પર્યાયના વિષયમાં સમજવું જોઈએ. પ્રશ્નઃ શબ્દ એ શું છે? - ઉત્તરઃ શબ્દ એ કઈ ગુણ નથી. જેમકે વૈશેષિક, નૈયાયિક : આદ શબ્દને આકાશને ગુણ માને છે; કિન્તુ તે ભાષાવર્ગણના પુગલોનું એક પ્રકારનું વિશિષ્ટ પરિણામ છે. પ્રશ્નઃ શબ્દના ભેદભેદ વિષે સમજ આપો. ઉત્તરઃ શબ્દના મુખ્ય બે પ્રકાર છે: (૧) પ્રાગજ અને (૨) વૈસિક. જે શબ્દ આત્માના પ્રયત્નથી ઉત્પન્ન થાય છે તે પ્રયોગજ અને જે કોઈના પ્રયત્ન સિવાય જ ઉત્પન્ન થાય છે તે વૈઋસિક છે.. વાદળની ગર્જના વૈઐસિક, છે; પ્રાગજ શબ્દના છ પ્રકાર છે, તે આ પ્રમાણે છે:
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy