________________
. પ્રશ્નોત્તર શૈલી સાધારણ રીતે મનમાં ઉદભવતા શંકાશીલ
પ્રશ્નોનું સમાધાન કરવામાં વિશેષ મદદરૂપ નીવડે છે. એથી એ શૈલી
અભ્યાસીઓને અને ખાસ કરીને શરૂઆત કરતા અભ્યાસીઓને ' વિશેષ સુગમ અને અનુકૂળ થઈ પડશે, અને આપણી ધાર્મિક સંસ્થા" માં જ્યાંજ્યાં આ વિષય શીખવવામાં આવતો હોય ત્યાંત્યાં એ
- પાઠ્યપુસ્તકરૂપે વિશેષ મદદરૂપ થઇ પડશે એમ હું માનું છું. * જેને તત્વજ્ઞાનનો અભ્યાસ ફક્ત જૈનોમાં નહિ પણ જેનેતરમાં પણ પ્રસરે એ ખાસ જરૂરી છે. જૈન ધર્મ તે એક નિષ્પક્ષપાતી મહાન વિશ્વધર્મ છે, અને સર્વમાન્ય માનવધર્મ થવાને યોગ્ય એ તો એમાં છે. એના તત્વજ્ઞાનને જાણવાનો જીવમાત્રનો હક છે
અને સર્વ કઈ એ જ્ઞાન પામી આચરી મોક્ષમાર્ગ તરફ પ્રગતિ સાધી શકે એ ધ્યેય હોવું જોઈએ. એ ધ્યેય સફળ કરવામાં કારણભૂત જે થઈ શકાય તે ફક્ત તત્ત્વજ્ઞાનના પ્રચારથી જ. આવા - પ્રચારકાર્યમાં આ પ્રકારની પુસ્તિકાઓ પાયારૂપ છે. જેટલી જૈન ધર્મના તત્ત્વજ્ઞાનવિષયી આવી પુરિતકાઓ સાદી અને સરળ ભાષામાં બહાર પડે એટલી એ બેયને સફળ કરવામાં સહાયભૂત નીવડે. ભાઈશ્રી શંકરલાલભાઈ આ ધ્યેયથી જ પ્રેરાઈ આવા વિષયની પુસ્તિકાઓ લખવા ઉદ્યત થયા છે. એમાં એમને સર્વ કઈ-જન કે જૈનેતર-સગ્રુહસ્થો અને મુનિઓ, ઉત્તેજન અને પ્રોત્સાહન આપે એમ ઇચ્છું .
ભાઈશ્રી શંકરલાલભાઈએ આ પુસ્તિકા અત્યંત પ્રત અને - ઉમંગથી લખી છે. એમણે આ પ્રયાસ પિતાને આ વિષયના પંડિત
માનીને નહિ પણ એક અભ્યાસી તરીકે પિતાને તેમજ પરને લાભ થાયે એ દૃષ્ટિએ જ કર્યો છે. એમાં ત્રુટીઓ અને ખલનો ન રહે એ માટે તેઓ ઘણા પ્રયત્નશીલ રહ્યા છે, છતાં સંભવતઃ રહ્યાં હોય