________________
આ બધા વિષયોનું વિવરણ કરતાં આ મહાન ગ્રંથમાં જ્ઞાનના વિવિધ વિષયોને ચર્ચા છે. સૂક્ષ્મ દૃષ્ટિએ પૃથક્કરણ કરતાં એમાં જોવા મળે છે તર્કશાસ્ત્ર અને માનસશાસ્ત્ર, અધ્યાત્મવિદ્યા અને ઈશ્વરજ્ઞાન, મનુષ્યશાસ્ત્ર, ખગોળ અને ભૂગોળ, પદાર્થ-વિજ્ઞાન અને રસાયણશાસ્ત્ર, ભૂસ્તરવિદ્યા અને પ્રાણુશાસ્ત્ર. આથી સમજી શકાશે કે આ ગ્રંથમાં કેટલું અગાધ જ્ઞાન ભર્યું છે.
મૂળ ગ્રંથ સૂત્રાકારે છે અને સૂત્રમાં તો ફક્ત વિષયનિર્દેશ જ થઈ શકે એટલે આવા ગ્રંથનું વિશેષ વિસ્તૃત જ્ઞાન તો તેની ઉપરનાં વિવિધ ભાષ્ય અને ટીકાઓના અભ્યાસથી જ થઈ શકે. ગ્રંથમાં ચર્ચાએલા અને વિચારાએલા વિષયો મૌલિક હોઈ એની ઉપર ઘણી ટીકા, ટિપ્પણ, વિવરણ આદિ થયાં છે. તેમાં એની ઉપરનાં ભાગ અને સિદ્ધપિ ગણીની ટીકા તેમજ સર્વાર્થસિદ્ધિ અને રાજવાતિક મુખ્ય છે.
' આવા મહાન ગ્રંથ ઉપર ગુજરાતીમાં ઘણી જ વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યા લખી ૫. સુખલાલજીએ વિષયાભ્યાસી ગુજરાતી જનતાને ઘણી જ ઉપકૃત કરી છે. એમ છતાં એ વ્યાખ્યા વિદ્રોગ્ય અને ઊંચા સ્તરના અભ્યાસીઓને જ વિશેષ ઉપયોગમાં આવે એવી લાગવાથી ભાઈશ્રી શંકરલાલભાઈએ અન્ય બાળ અભ્યાસીઓને શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રને અભ્યાસ વિશેષ સરળતાથી થઈ શકે એ વિચારથી પં. સુખલાલજીની વ્યાખ્યાને આધારે પ્રશ્નોત્તર રૂપે પહેલા પાંચ અધ્યાય પૂરતી આ પુસ્તિકાની રચના કરી છે.
* It deals with Logic and Psyclology, Metaphysics and Theology; Anthropology, Astronomy and Geography, Physics and Chemistry, Geology and Zoology.
(See Shri J. L. Jaini's Introduction (P. XVII) to Tatvarthadhigamsutra) , ' '. : -