________________
તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા
૧૫૭
અભિમાન, કપાય એછે હાવાથી ઉપરઉપરના દેવામાં ઉત્તરાત્તર ઓછું જ હોય છે.
સૂત્રમાં કહી નથી એવી બીજી પણ. પાંચ બાબતે દેવાના સંબંધમાં જાણવા જેવી છેઃ ૧. ઉચ્છ્વાસ, ૨. આહાર, ૩. વેદના, ૪, ઉપપાત અને ૫. અનુભાવ.
તેમતેમ
૧૧. કાલ: જેમજેમ દેવાની સ્થિતિ વધતી જાય છે, ઉચ્છ્વાસનું કાલમાન પણ વધતું જાય છે. જેમકે, દશ હજાર વર્ષના આયુષવાળા દેવાને એક એક ઉચ્છ્વાસ સાતસાત સ્તાકપરિમાણ કાળમાં થાય છે, એક પડ્યાપમના આયુષવાળા દેવાના ઉચ્છ્વાસ એક દિવસમાં એક જ હાય છે, સાગરોપમના આયુધવાળા દેવાના વિષયમાં એવા નિયમ છે કે જેનું આયુષ જેટલા સાગરાપમનું હાય તેના એક એક ઉચ્છ્વાસ તેટતેટલા પખવાડિયે થાય છે.
૨. આદર: એના સંબંધમાં એવા નિયમ છે કે દશ હજાર વર્ષોંના આયુષવાળા દેવે એક એક દિવસ વચમાં છેાડીને આહાર લે છે; પક્ષેાપમના આયુષવાળા દેવે દિનપૃથક્ક્ત્વની પછી આહાર લે છે; સાગરાપમના આયુષવાળા દેવે માટે એવેશ નિયમ છે કે જેનું આયુધ જેટલા સાગરોપમનું હેાય તે તેટલા હજાર વર્ષ પછી આહાર લે છે.
1
૩. વૈવનાઃ સામાન્ય રીતે દેવેાને સાત-સુખ વેદના જ હોય છે; કન્યારેક અસાત-દુ:ખ વેદના થઇ જાય તો તે, અંતર્મુતથી વધારે સમય સુધી રહેતી નથી. સાત વેદના પણ લાગલાગટ છ મહિના સુધી એકસરખી રહીને પછી બદલાઈ જાય છે.
૪. વાત એને અર્થે ઉત્પત્તિસ્થાનની યેાગ્યતા છે. અન્ય જૈનેતરલિંગિક મિથ્યાત્વી બારમા સ્વર્ગ સુધી જ ઉત્પન્ન થઈ શકે છે; સ્વ-જૈનલિંગિક મિથ્યાત્વી ત્રૈવેયક સુધી જઈ શકે છે, અને સમ્યગ્દષ્ટિ
૧. પૃથક્ક્ત્વ શબ્દને બેથી માંડી નવની સંખ્યા સુધી વ્યવહાર થાય છે.