SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ 1. તત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ચોથા સ્વર્ગના દેવોની કામતૃપ્તિ થઈ જાય છે; એમના શણગારસનિજત મનોહર રૂપને જોઈને જ પાંચમા-છઠ્ઠા સ્વર્ગના દેવોની કામલાલસા પૂર્ણ થઈ જાય છે, આ રીતે એમના સુંદર સંગીતમય શબ્દને સાંભળીને જ સાતમા-આઠમાં સ્વર્ગના દેવ વૈષયિક આનંદનો અનુભવ કરી લે છે. દેવીઓ આઠમા સ્વર્ગ સુધી જ પહોંચી શકે છે, આગળ નહિ. નવમાથી બાસ્મા સ્વર્ગના દેવોની કામસુખતૃપ્તિ ફક્ત દેવીઓના ચિન્તન માત્રથી જ થઈ જાય છે. બારમા સ્વર્ગથી ઉપરના દેવ શાંત અને કામલાલસારહિત હોય છે; એથી એમને દેવીઓના સ્પર્શ, રૂપ, શબ્દ અથવા ચિંતન દ્વારા કામસુખ ભેગવવાની અપેક્ષા રહેતી નથી; અને તેમ છતાં યે તે અન્ય દેવથી અધિક સંતુષ્ટ અને અધિક સુખી હોય છે. તેનું કારણ સ્પષ્ટ છે. જેમજેમ કામવાસનાની પ્રબળતા, તેમતેમ ચિત્તને કલેશ અધિક; તથા જેમજેમ ચિત્તનો કલેશ અધિક તેમ તેમ તેને મટાડવા માટે વિષયભોગ પણ અધિકાધિક જોઈએ. બીજા સ્વર્ગ સુધીના દેવની અપેક્ષાએ ત્રીજા, ચોથાની અને તેમની અપેક્ષાએ પાંચમા, છઠ્ઠાની - એ રીતે ઉપરઉપરના સ્વર્ગના દેવેની કામવાસના મંદ હોય છે; એથી એમના ચિત્તસંકલેશની માત્રા પણ કામ હોય છે; તેથી જ એમના - કામભોગનાં સાધન પણ અલ્પ કહ્યાં છે. બારમા સ્વર્ગની ઉપર દેવોની કામવાસના શાંત છે એથી એમને સ્પર્શ, રૂપ, શબ્દ, ચિંતન. આદિમાંથી કોઈ પણ ભોગની ઇચ્છા થતી નથી; સંતોષજન્ય પરમ સુખમાં તેઓ નિમગ્ન રહે છે. એ જ કારણથી નીચેનીચેના દેવની અપેક્ષાએ ઉપરઉપરના દેવોનું સુખ અધિકાધિક માનવામાં આવે - હવે ચતુર્નિકાયના દેવોના પૂર્વોક્ત ભેદેનું વર્ણન કરે છે: - भवनवासिनोऽसुरनागविद्यत्सुपर्णाग्निवातस्तनितोदधिद्वी-.. . પરિjમારા શિશ
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy