SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા ૧૧૭ તે નર્ક નિત્ય-નિરંતર અશુભતર લેસ્યા, પરિણામ, દેહ, વેદના અને વિક્રિયાવાળાં છે. તથા પરસ્પર ઉત્પન્ન કરેલાં દુ:ખવાળાં હોય છે. અને ચેાથી ભૂમિથી પહેલાં અર્થાત્ ત્રણ ભૂમિએ સુધી ક્લિષ્ટ અસુરા દ્વારા ઉત્પન્ન કરેલાં દુ:ખવાળાં પશુ હોય છે. એ નરકામાં વર્તમાન પ્રાણીએાની ઉત્કૃષ્ટ સ્થિતિ ક્રમથી એક, ત્રણ, સાત, દશ, સત્તર, બાવીશ અને તેત્રીસ સાગરાપમ પ્રમાણ છે. લેાકના અધેા, મધ્યમ અને ઉર્ધ્વ એવા ત્રણ ભાગ છે. નીચેના ભાગ મેરુ પર્વતની સમતલ ભૂમિની નીચે નવસે। યેાજનના ઊંડાણ પછી ગણાય છે, જેના આકાર ઊંધા કરેલા શરાવ-શકારા જેવા છે; અર્થાત્ નીચેનીચે વિસ્તીર્ણ છે. સમતલની નીચે નવસે યેાજન તેમજ તેની ઉપરના નવસેા યેાજન અર્થાત્ કુલ અઢારસે યેાજનને મધ્યમ લેક છે, જેને આકાર ઝાલરની પેઠે ખરાખ઼ર આયામવિકુંભ-લંબાઇ અને પહેાળાઈવાળા છે. મધ્યમ લેાકની ઉપરને સંપૂર્ણ લોક ઊર્ધ્વ લોક છે, જેને આકાર પખાજ જેવે છે. નારકાના નિવાસસ્થાનની ભૂમિએ નરકભૂમિ કહેવાય છે, જે અધેલાકમાં છે. એવી ભૂમિએ સાત છે. એ સાતે ભૂમિએં સમશ્રેણિમાં ન હેાઈ એકબીજાથી નીચે છે. એમના આયામ-લંબાઈ અને વિકંલ–પહેાળાઈ પરસ્પર સમાન નથી; પરન્તુ નીચેનીચેની ભૂમિની - લંબાઈ-પહેાળાઈ અધિક અધિક છે; અર્થાત પહેલી ભૂમિથી બીજીની લખાઈ-પહેાળાઈ અધિક છે; ખીથી ત્રીની. આ રીતે છઠ્ઠીથી સાતમી સુધીની લંબાઈ-પહોળાઈ અધિક અધિક સમજવી જોઈએ. ... આ સાતે ભૂમિએ એકબીજાથી નીચે છે; પરન્તુ એકબીજાને અડીને રહેલી નથી, અર્થાત્ એકબીજાની વચમાં બહુ જ મેટું અંતર છે. આ અંતરમાં ધનેાધિ, નવાત, તનુવાત અને આકાશ, ક્રમથી નીચે
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy