SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થસૂત્ર-પ્રશ્નોત્તર દીપિકા - ૧૦ - આરંભક-ઉપાદાન-દ્રવ્યનું પરિમાણ - " પ્રશ્ન : શરીર શેનાથી બને છે? - ઉત્તરઃ પરમાણુપુંજ એ સ્કંધ કહેવાય છે, એનાથી જે શરીર બને છે. પ્રશ્નઃ શરીરના આરંભક દ્રવ્યના સંબંધમાં હકીકત કો. ઉત્તર : દારિક શરીરના આરંભક સ્કંધોથી વૈક્રિય શરીરના આરંભક કંધે અસંખ્યાતગુણ છે, અર્થાત ઔદારિક શરીરના * * આરંભક સ્કંધો અનંત પરમાણુઓના બનેલા હોય છે. અને વૈક્રિય શરીરના આરંભક સ્કંધે પણ અનંત પરમાણુઓના બનેલા હોય છે; છતાં પણ વૈક્રિય. શરીરના સ્કંધગત પરમાણુઓની અનંત સંખ્યા દારિક શરીરના સ્કંધગત પરમાણુઓની અનંત સંખ્યાથી અસંખ્યાતગુણું અધિક હોય છે.' એ જ અસંખ્યાતગુણી અધિકતા વૈક્રિય અને આહારક, શરીરના કંગત પરમાણુઓની અનંત સંખ્યામાં સમજવી જોઈએ. આહારકના સ્કંધગત પરમાણુઓની અનંત સંખ્યાથી તૈજસના સકંધગત પરમાણુઓની અનંત સંખ્યા અનંતગુણ હોય છે. આ રીતે તૈજસથી. કામણના સ્કંધગત પરમાણુ પણ અનંતગુણ અધિક હોય છે. આ રીતે જોતાં સ્પષ્ટ માલૂમ પડે છે કે પૂર્વપૂર્વ શરીર કરતાં ઉત્તરઉત્તર શરીર નિબિડ (સુક્ષ્મ), નિબિડતર, અને નિબિડતમ બનતું જાય છે. જે સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ કહેવાય છે. ' પ્રશ્ન : દારિકન કંધ અનંત પરમાણુવાળા અને વૈક્રિય આદિના પણ સ્કંધ અનંત પરમાણુવાળા છે તે પછી એ કંધમાં ઓછાવત્તાપણું શી રીતે સમજવું? .. . . ઉત્તરઃ અનંત સંખ્યા અનંત પ્રકારની છે, એથી અનંતરૂપે - સમાનતા હોવા છતાં પણ દારિક આદિના અંધથી વૈક્રિય આદિના કંધેનું અસંખ્યાતગુણ અથવા અનતગુણ અધિક હોવું અસંભવિત ભંથી.
SR No.011575
Book TitleTattvartha Prashnottara Dipika 01
Original Sutra AuthorN/A
AuthorShankarlal D Kapadia
PublisherShankarlal Dahyabhai Kapadia Ahmedabad
Publication Year1952
Total Pages287
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy