________________
-
: |
'સમાલોચના આ તસ્વાર્થાધિગમસૂત્ર જેટલું ગંભીર છે તેટલું જ સર્વોપયોગી છે. મહાન ધીમાન પણ તેનું રહસ્ય સમજવા માટે પૂરતો શ્રમ સેવે ત્યારે કાંઈક પ્રાપ્ત કરી શકે છે, અને અલ્પ કે જેને તત્ત્વ સમજવા જિજ્ઞાસા જાગૃત થઈ છે તે પણ આ ગ્રન્થથી જ્ઞાન મેળવી આગળ વધી શકે છે.
આ ગ્રંથમાં જે વિષયો ગૂંથાયા છે તે જોતાં ગ્રંથનું પરિમાણુ અતિશય અલ્પ છે, એમ કહેવું એ જેમ અતિશયોક્તિ નથી, તે જ પ્રમાણે આ ગ્રન્થના વિવેચનનો વિસ્તાર પણ ઘણો થયો છે અને થાય છે, છતાં તે ઓછો છે એ પણ અતિશયોક્તિ નથી. " સૂત્ર સ્વરૂપે સંકળાએલ આ ગ્રન્થ ખરેખર સૂત્રના લક્ષણથી સમન્વિત છે. - આ ગ્રન્થ એવો છે કે જેનું ઉપેક્ષા વગર અધ્યયન કર્યું હોય તો ગ્રન્થ પ્રત્યે જ નહિ, પણ તેના સંકલયિતા પ્રત્યે પણ બહુમાન, પૂજ્યબુદ્ધિ અને ભક્તિભાવ જાગે, અને એ સાથે જૈન દર્શન કે જે તેના વાસ્તવ અર્થમાં સહુકોઇનું આત્મદર્શન છે તેની ઓળખાણ થાય. - આ ગ્રન્થ ઉપરનાં વિવેચનમાં કેટલાંક વિવેચનો બીજા સંપ્રદાયો તરફથી એવાં પ્રસિદ્ધ થયાં છે કે જે વિવેચનોએ આ ગ્રંથનું સ્વાતંત્ર્ય દબાવવા સારી રીતે યત્ન સેવ્યો છે. ગ્રન્થને બુદ્ધિ ખેંચે, અને ગ્રન્થ બુદ્ધિને સંસ્કારિત કરે એ બેમાં આકાશપાતાળ જેટલું– પૂર્વપશ્ચિમ જેટલું અંતર છે. જ્યાં સુધી પિતાનાં સ્વીકૃત મંતવ્યને
આ
=.