________________
૪
સમય પરત્વે આપ શાસનેાતિના કામમાં પણ જે યથાશક્તિ આત્મÀાગ તથા સાથ આપે છે! તે જ આપની ધર્મપરાયણતા છે અને તે જ આપનું સૌજન્યપણું સૂચવે છે.
આપની આટલી જઈક અવસ્થાએ પણ આપની કર્તવ્યપરાયણુતા તરીકે આપ સદા શ્રુતજ્ઞાનના શ્રવણુ, મનન, વાચન અને નિદિધ્યાસનમાં તત્પર રહેા છે; આપના એ ગુણેા નિહાળ્યા પછી કહ્યા વિના ચાલતું નથી કે આપના જેવાં શાસનરત્ને સમાજમાં વિરલ હશે. આ જ ગુણેા આપનું ધર્મ પ્રતિ શ્રદ્ધાન અને અભિરુચિપણું સૂચવે છે..
આપની સાદા, સરસાઇ, નિખાલસપણું અને પરોપકારવૃત્તિ તે જ આપના ઉત્તમ જીવનની પરાકાા છે.
છેવટ આપ દીર્ધાયુષી થાએ અને આપની ધાર્મિક તન્મયતા અહેનિશ અખંડ આપના જીવનના છેલ્લા શ્વાસેાચ્છવાસ લગી કાયમ રહે! અને આપનું મનુષ્યજીવન સફળ થાએ એવું અંતરથી પછી વિરમું છું. ૐ શાંતિઃ
૧૬૫, જાગેટ, સ્ટ્રીટ
કાટ, મુંબઇ તા. ૨૭-૭-૧ર
:
લિ. આપના સદ્ગુણાનુરાગી શંકરલાલ ડાહ્યાભાઇ કાપડીઆ