SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ અધ્યયન ૬ શુદ્ધ ઉપયોગ વાન છે. સમુદ્ર સમાન મહાન સંસારને પાર કરનારાં છે. ભગવાન પ્રાણીઓને અભય કરવાવાળા છે તેમ જ અન તજ્ઞાન અને અનંત દર્શન સહિત છે. मूलम्- कोहं च माणं च तहेव मायं, लोभं चउत्थं अज्झत्थदोसा।। एआणि वंता अरहा महेसी, ण कुव्वई पाव ण कारवेई ॥२६॥ અર્થ: ભગવાન મહાવીરે કેધ, માન, માયા અને લોભરૂપ ચાર કષાનો નાશ કર્યો હતો. સમસ્ત અધ્યવસાયનો ક્ષય કર્યો હતે. તેથી જ તેઓ શુદ્ધ આત્મિક સ્વરૂપાળા અરિહંત મહર્ષિ કહેવાતા તેઓ કઈ પણ જાતનાં પાપ (અધ્યવસાય) કરતાં નહિ તેમ જ કરાવતા નહિ. કારણ શુભાશુભ અધ્યવસાયને જ્યાં ક્ષય હોય ત્યાં આવી વૃત્તિ ઊઠે જ નહિ. मूलम्- किरियाकि रियं वेणइयाणुवायं, अण्णाणियाणं पडियच्च ठाणं । से सव्ववायं इति वेयइत्ता, उवहिए संजमदीहरायं ॥२७॥ અર્થઃ ભગવાન મહાવીર કિયાવાદીઓનાં, વિનયવાદીઓનાં, અકિયાવાદીઓનાં અને અજ્ઞાનવાદીઓનાં મતને યથાખ્યાત જાણતા હોવાથી તેઓ જીવનપર્યત સયમની આરાધનામાં અવિચળ રહ્યા હતા. मूलम्- से वारिया इत्थी सराइभत्तं, उवहाणवं दुक्खखयट्ठयाए। लोगं विदित्ता आरं परं च, सव्वं पभू वारिय सव्ववारं ॥ २८॥ અર્થ : ભગવાન મહાવીરે રાત્રી ભોજન અને સ્ત્રી સેવનને સર્વથા સાધક અવસ્થામાં ત્યાગ કર્યો હતો તેમણે સાધક અવસ્થામાં કર્મનો ક્ષય કરવા માટે ઘોર તપશ્ચર્યા કરી હતી. આ લેક અને પરલેકનાં દુઃખેને અને તેનાં કારણેને જાણે તેઓએ સમસ્ત પાપ અને પુણ્યના પ્રવાહને ત્યાગ કર્યો હતો. मूलम्- सोच्चा य धम्मं अरहंतभासियं, समाहितं अट्ठपदोवसुद्धं । तं सद्दहाणा च, जणा अणाऊ, इंदा व देवाहिव आगमिस्संति ॥ त्ति बेमि ॥ २९॥ અર્થ? ભગવાન અરિહંત દ્વારા પ્રરૂપાયેલ ધર્મ અને યુક્તિ-પ્રયુક્તિથી સમજાવાયેલ નિર્દોષ કથનને જે કોઈ નિર્દોષ દષ્ટિએ શ્રવણ કરે, તે ધર્મના અર્થ અને પરમાર્થને સમજી તેના પર શ્રદ્ધા રાખે છે તે ભવ્ય જી આયુષ્યકર્મથી રહિત થઈને મુકિત પ્રાપ્ત કરી શકે છે અથવા કર્મ બાકી રહે તે ઇંદ્રની પદવી પણ અવશ્ય પ્રાપ્ત કરે છે. આ પ્રકારે સર્વજ્ઞથી કહેવાયેલાં ધર્મનું હું કથન કરુ છું” એવું સુધર્મા સ્વામી જંબુસ્વામી આદિ શિષ્યને ફરમાવે છે. છઠું અધ્યયન સમાપ્ત
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy