SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ સૂગડાંગ સૂત્ર मूलम्- जंसी गुहाए जलणेऽतिउट्टे, अविजाणओ डज्झइ लुत्तपण्णो । सया य कलुणं पुण धम्मट्ठाणं, गाढो वणीयं अतिदुक्ख धम्मं ॥१२॥ અર્થ : જે નરકમાં ગુફાના આકારમાં સ્થાપિત અગ્નિમાં પિતે કરેલા દુષ્કથી અજ્ઞાન ને સંજ્ઞા વિનાને થઈને બળતો રહે છે, હંમેશાં તાપનું સ્થાન, કરૂણાજનક સ્થાન, નરકના જીને પ્રાપ્ત થાય છે. અત્યંત દુઃખ પમાડવું તે જ તેને સ્વભાવ છે. मूलम्- चत्तारि अगणिओ समारभित्ता जहि कूरकम्माऽभि तवेति बाले । ते तत्थ चिटुंतऽभितप्पमाणा मच्छा व जीवं तुवजोइपत्ता ॥१३॥ અર્થ ; નરકભૂમિમાં કર્મ કરવાવાળાને પરમાધામી દેવો ચારે દિશાઓમાં અગ્નિ પ્રગટ કરીને ' અજ્ઞાની જીને તપાવે છે. જેમ આગની સમીપ આવેલ માછલી તઠપે છે તેમ નારકી જીવ અહીં ત્યાં ભાગવા અસમર્થ હોવાથી ત્યાંજ અગ્નિમાં તડપે છે मूलम्- संतच्छणं नाम महाहितावं, ते नरया जत्थ असाहूकम्मा । हत्थेहि पाएहि य बंधिऊणं, फलगं व तच्छंति कुहाडहत्था ॥१४॥ અર્થ : મહાતાપ દેવાવાળી સંતક્ષણ નામે નરક છે. જેમાં ખરાબ કામ કરનારને પરમાધામી દે હાથમાં કુહાડી લઈ તે નારકનાં જીનાં હાથપગ બાંધીને લાકડાની માફક છેલી નાખે છે. मूलम्- रुहिरे पुणो वच्चसमुस्सिअंगे, भिन्नुत्तमंगे परिवत्तयंता । पयंति णं रइए फुरते, सजीवमच्छेव अयोकवल्ले ॥१५॥ અર્થ : વળી પરમાધામી દેવે તે નારક જીવોનું લેહી બહાર કાઢે છે અને તે લેહીને લેવાની ગરમ કઢાઈમાં નાખી, જે પ્રમાણે જીવતી માછલીઓને તળવામાં આવે છે તે પ્રમાણે નારક જીને ઉંચા નીચા કરી તળવામાં આવે છે તે વખતે તે નારક જીવે દુખથી તરફડે છે. તન્યા પહેલાં તેના શરીરને મસળવામાં આવે છે તેથી તેના શરીર સૂજેલા હોય છે અને તેમના મસ્તકના ચૂરેચૂરા કરી નાખે છે मूलम्- नो चेव णं तत्थ मसीभवंति, ण मिज्जति तिब्बभिवेयणाए । तमाणुभागं अणुवेदयंता, दुक्खंति दुक्खी इह दुक्कडेणं ॥१६॥ અર્થ: તે નારકીના જીવે ત્યાં નારકીમાં અગ્નિમાં બળવા છતાં ય ભસ્મ થતાં નથી, તીવ્ર વેદના છતાં ય મરતાં નથી, નરકની પીડાને ભેગવતાં દુઃખી થઈને પીડાને અનુભવ કરે છે. मूलम्- तहिं च ते लोलणसंपगाढे, गाढं सुत्तत्ते अणि वयंति । न तत्थ सायं लहती भिदुग्गे, अरहिया भितावा तहवी विति ॥१७॥ અર્થ: તે નરકમાં વિશેષ ગાઢ અગ્નિથી વ્યાપ્ત, અત્યંત તાપથી તપેલી અગ્નિ પાસે નરકના જીવો જાય છે. તે દુસહ અગ્નિમાં બળતાં સુખ પામતાં નથી તેઓ મહાતાપથી તપેલા હોય છે, છતાં ય તે વધારામાં પરમાધારમી દેવે તેના શરીર પર ગરમ તેલ વિગેરે છાંટી વધુ બાળે છે.
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy