SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૯ વગડાંગ સૂત્ર मूलम्- साऽऽजीविया पट्ठविता ऽथिरेणं, सभागओ गणओ भिक्खु मज्झे । आइक्खमाणो बहुजन्नमत्थं, न संधयाती अवरेण पुव्वं ॥२॥ અર્થ : અહો આદ્રકુમાર ! તારા ગુરૂએ ઉપદેશ આપવાના બહાના નીચે પિતાની આજીવિકા શરૂ કરેલ છે. કારણકે જ્યારે એકલાં વિચરતાં હતા ત્યારે કે તેમને અનેક પ્રશ્ન પૂછીને તેમને પરાભવ કરતાં તેથી તેમણે માટે પરિવાર શરૂ કર્યો વળી તેમણે ઉગ્ર આચાર અને ધ્યાન કરવા માટે શૂન્ય સ્થાનમાં રહેતાં હતા હવે તે સ્થાનનો ત્યાગ કરીને ઘણું દેવ અને મનુષ્યની સભાઓમાં સાધુ - સમુદાયની વચમાં બેસીને ધર્મને ઉપદેશ આપે છે. પહેલાં મૌન હતા હવે અસ્થિરતા વાળા થઈ ઉપદેશનું કાર્ય કરે છેઆમ કરવાનું શું પ્રોજન છે? मूलम्- एगंतमेयं अदुवा वि इण्हि, दोडवण्णमन्नं न समेति जम्हा । पुवि च इण्हि च अणागंत वा, एगंतमेव पडिसंघयाति ॥३॥ અર્થ ? આદ્રકુમાર! એકાતે વિચરવું ભગવાન મહાવીરે હિતકારક માન્યું હતું તે અત્યારે પણ તેમ જ રાખવું જોઈતું હતું. જે સાધુ પરિવાર રાખવામાં તેમનું શ્રેય છે તે પહેલેથી જ શા માટે પરિવાર ન રા ? અગાઉનો તેમને આચાર વિચાર અને હાલના આચાર વિચારમાં મહાન તફાવત જણાય છે. આવા પ્રશ્રને સાંભળી આદ્રકુમાર ઉત્તર આપે છે કેઃ હે ગોશાલક! પહેલાનુ મૌન અને તપ આત્માના ગુણને રૂ ધવાવાળા રાગદ્વેષરૂપી ઘનઘાતી કર્મોને ક્ષય કરવા માટે હતાં હવે હાલની ધર્મ દેશનાં અઘાતીયા કર્મોને ક્ષય કરવા માટે છે વળી આ ઉપદેશથી જગતનાં જીવોનું હિત થાય છે વળી ભૂત-ભવિષ્ય અને વર્તમાનકાળમાં તેમને રાગદ્વેષને તદ્દન અભાવ થયે છે તેથી તે એકાંતપણાનો જ અનુભવ કરે છે. मूलम्- समिच्च लोगं तसथावराणं, खेमंकरे समणे माहणे य । आइमक्खाणो वि सहस्समज्झे, एगंतयं सारयती तहच्चे ॥४॥ અર્થ : વળી આદ્રકુમાર ગોશાલકને જણાવે છે કે સ્થાવર અને ત્રસ જીવેનાં કલ્યાણ કરવાવાળા શ્રમણ ભગવાન મહાવીર હજારે મનુષ્યની વચ્ચે રાગદ્વેષરહિત બની ધર્મ ઉપદેશ આપે છે તેમાં એકાંતપણ જ છે કારણ તેઓ પોતે આત્મસ્વરૂપમાં જ લીન છે તેથી તેઓ એકાંતને જ અનુભવ કરે છે. વળી ઘણું જ શિષ્યના સમુદાયની વચ્ચે રહે છે છતાં તેઓ એકાકી છે કારણ તેઓએ સર્વ વિભાવને ક્ષય કર્યો છે मूलम्- धम्म कहतस्स उ नत्थि दोसो, खंतस्स दंतस्स िितदियस्स । भासा य दोसेय विवज्जगस्स, गुणेय भासाय णिसेवगस्स ।।५।। અર્થ : રાગદ્વેષ રહિત થઈને ધર્મનું કથન કરવાવાળાને કે પ્રકારે દોષ લાગતો નથી તેઓ અનુકપા ભાવે ઉપદેશ આપે છે. વળી તેઓને આશય લોકનાં ઉદ્ધાર માટે જ છે. તેથી પોતે નિર્દોષ ભાવે વતી રહ્યા છે ભગવાન મહાવીર ક્ષમાવત, જિતેન્દ્રિય હોવાથી મૌનવૃત્તિ છે. તેથી તેઓને ભાષાને કેઈપણ દેષ લાગતો નથી
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy