SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ હું અધ્યયન આદ્રકુમાર પૂર્વભૂમિકા – આદ્રપુર નામના નગરમાં આદ્રક રાજાનો પુત્ર આદ્રકુમાર હવે એક વખત રાજગૃહી નગરોનાં શ્રેણિક રાજાને કેઈ ઉત્તમ વસ્તુ આપવાની આદક રાજાની ઈચ્છા થઈ. તે ઉત્તમ વસ્તુ સાથે તેના પુત્ર આદ્રકુમારે શ્રેણિકનાં પુત્ર અભયકુમાર સાથે નેહબંધન બાંધવાનાં ઇરાદાથી ડાં બહુ મૂલ્ય પદાર્થો મોકલ્યા. અભયકુમારને આદ્રકુમારનુ ભટણ મળતાં અભયકુમાર ખુશી થયા અને આદ્રકુમારને ધર્મ તરફ વાળ માટે અભયકુમારે ધર્મનાં થોડાંક સાધને આવેલ માણસ સાથે મોકલાવ્યા આ સાધન સાધુપણાને ગ્યા હતા. આ સાધનને વાસ્તવિક રીતે જોવા માટે આદ્રકુમાર પિતાનાં અરીસાભવનમાં ગયા ત્યાં આ સાધન જોઈને તેમને પૂર્વભવના વિચારની પર પરા જાગી વિચાર કરતાં કરતાં કઈ પૂર્વભવમાં મે સાધુપણું લઈ યથાર્થપણે તેનું પાલન કર્યું છે એવું તેમને જાતિ-સ્મરણ જ્ઞાન દ્વારા જણાયુ આ જ્ઞાનથી તેમને જાણવામાં આવ્યું કે હું પૂર્વે વસંતપુર નામના નગરમા ગૃહસ્થ હતા ત્યાં મે મારી પત્ની સાથે ધર્મશેષ અણુગારની પાસે દીક્ષા લીધી પરંતુ કોઈ પૂર્વનાં અશુભ કર્મનાં ઉદયે મને મારી પત્ની ઉપર અનુરાગ જાગે. અને વ્રતોને ભગ કરી તેની સાથે ભેગ ભેગવવા લાગે તેનાથી તેમને એક પુત્ર થયો ત્યાર બાદ પિતાનાં ચારિત્ર્યભાગની આલોચના કર્યા વિના સથાર કરી મૃત્યુ પામી દેવલોકમાં ઉત્પન્ન થયાં ત્યાંથી આવીને હું અહિ આદ્રકુમાર તરીકે ઉત્પન્ન થયો છુ એમ પિતાને જતિ-સ્મરણ જ્ઞાન થતાં પૂર્વભવને આબેહૂબ ચિતાર નજર સમક્ષ ખડે થયે પિતાને ચારિત્ર્યભગનું દુઃખ થતાં હવે સયમ ધર્મનાં રસ્તે જવાને તેમણે સંકલ્પ કર્યો. સ્વયં દિક્ષા લઈ ભગવાન મહાવીરનાં દર્શન માટે નીકળ્યાં રસ્તામાં ગોશાલક આદિ અન્ય દર્શનીઓ સાથે મેળાપ થતાં તેમની જોડે ધર્મ સબંધી વાદવિવાદ કર્યો તે વિવાદ કેવી રીતે થયેલ છે એ આ અધ્યયનમાં કહેવામાં આવશે मूलम्- पुराकडं अ६? इमं सुणेह, मेगंतयारी समणे पुरासी । से भिक्खुणो उवणेत्ता अणेगे, आइक्खतिहि पुढो वित्थरेणं ॥१॥ અર્થ - આદ્રકુમારને ભગવાન મહાવીર પાસે જતાં ગોશાલાએ જેમાં તેમને પોતાની પાસે બોલાવી કહેવા લાગે - હે આદ્રકુમાર ! તારા તીર્થકર ભગવાન મહાવીર પહેલાં એકલવિહારી હતાં અનેક પ્રકારનાં ઉગ્ર તપ કરતાં. હવે તપ આદિનું આચરણ કરી શકવા અસમર્થ હેવાથી તેમણે મારે ત્યાગ કર્યો અને મુગ્ધજનેને ઠગવા માટે ઘણાય શિષ્યોને એકઠાં કરી ધર્મની જુદી જુદી વ્યાખ્યા દરેક સ્થળે જુદી જુદી રીતે હવે કરવા લાગ્યાં.
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy