SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ અધ્યન " શાશ્વત આનંદ ભેગવે છે. એવુ જાણપણું અરહંત દ્વારા અને કેવળજ્ઞાનીઓ દ્વારા જાણવામાં આવે છે. આત્માના સર્વ આવરણ દૂર થવાથી સિદ્ધગતિ મળે છે અને તેથી વિપરીત એ અસિદ્ધિરૂપ સંસાર છે. मूलम्- नत्थि सिद्धी नियं ठाणं, नेवं सन्नं निवेसए । अस्थि सिद्धी नियं ठाणं, एवं सन्नं निवेसए ॥२६।। અર્થ : સિદ્ધિ એ કઈ ભાવ નથી તથા સિદ્ધોને કાયમી રહેવાનું કેઈ સ્થાન નથી. એમ ઘણાં દર્શને માને છે. પણ “ઈશત્ પ્રાગ ભારા” નામની પૃથ્વી છે જે લેકનાં અગ્રભાગે છે તે ઘણું સૂક્ષમ છે ૪૫ (પિસ્તાલીસ) લાખ જનની લાંબી પહોળી છે અને તે આત્મ-સિદ્ધિ” પામેલાં જીવનું નિયમથી સદાયનું સ્થાન છે मूलम्- नत्थि साहू असाहू वा, नेवं सन्नं निदेसए । अत्थि साहू असाहू वा, एवं सन्नं निवेसए ।।२७।। અર્થ : જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યરૂપ સયમની આરાધના કરવાથી સાધુપણુ પ્રાપ્ત થાય છે. વળી તેથી વિપરીત આચરણ કરવાવાળા અસાધુ છે સાધુ કે અપાધુ નથી તે વિચાર કરે અયોગ્ય છે જગતમાં સાધુ તેમ જ અસાધુ પણ છે તે જ માન્યતા હિતકર છે જે સંસારમાં સાધુ જ નથી તે તેના પ્રતિપક્ષરૂપ અસાધુપણ નથી તેમ નક્કી થાય છે. માટે આવી માન્યતા તદ્દન વાહિયાત છે मूलम्- नत्थि कल्लाण पाने वा, नेवं सन्नं निवेसए । अस्थि कल्लाण पावे वा, एवं सन्नं निवेसए ॥२८॥ અર્થ એ કેટલાંક જીવો જગતમાં માને છે કે આ જીવને કઈ કાળે કલ્યાણ પણ થતું નથી. તેમ જ પાપ પણ થતું નથી. આવી માન્યતા અસ્થાને છે. પાંચ મહાવ્રતના પાલનથી રાત્રિ ભોજનનાં તેમ જ પાંચ અણુવ્રત રૂપ શ્રાવકનાં વૃત-નિયમથી જ પોતાનું કલ્યાણ કરી શકે છે. આથી વિપરીત જ્ઞાન, શ્રદ્ધા અને આચરણ કરવાવાળાં પાપનાં બંધન કરે છે. मूलम्- कल्लाणे पावए वावि, ववहारो न विज्जइ । जं वरं तं न जाणंति, समणा बाल पंडिया ॥२९॥ અર્થ : જે એકાંત પુણ્ય કરવાવાળા હોય તેમ જ એકાંત પાપ કરવાવાળાં હોય તે વ્યવહાર જગતમાં જણાતો નથી એકાંતપક્ષને ગ્રહણ કરવાથી કર્મબંધન થાય છે. છતાં પણ શાક, શ્રમણ, બાળ - પંડિત આ જાણતાં નથી આમ એકાંતપક્ષના અવલંબનથી વૈર-બ ધન જ થાય છે અને તે જીની અજ્ઞાનતા છે मूलम्- असेसं अक्खायं वावि, सव्वदुक्खेति वा पुणो । वज्झा पाणा न वज्झत्ति, इत्ति वायं न नीसरे ॥३०॥ અર્થ : જગતમાં સર્વ પદાર્થો નિત્ય છે અથવા અનિય છે તેમ એકાંતે માનવું નહિ જગત
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy