SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગ સૂત્ર તૃણનિમાં જન્મેલા છે તૃણ શરીરને આહાર વિગેરે પૂર્વ પ્રમાણે કરે છે. એ જ પ્રમાણે તૃણ નિઓમાં એટલે તૃણ જેનિક તૃણમાં કેટલાંક જી મૂળ કંદ, તથા બીજ રૂપે પણ ઉત્પન્ન થાય છે તેવી રીતે ઔષધિ અનાજ-જુવાર, બાજરે, ઘઉં -આદિપણે પણ જીવ ઉત્પન્ન થાય છે. તેમ જ હરિતકાયપણે પણ ઉત્પન્ન થાય છે. બાકીનું લખાણ એટલે આહાર, વૃદ્ધિ આદિ પૂર્વ પ્રમાણે જાણવું. આ પ્રમાણે દરેકમાં ચાર આલાપ (વ) જાણવા. मूलम्- अहावरं पुरक्खायं इहेगतिया सत्ता पुढवीजोणिया पुढवीसंभवा जाव कम्मनियाणेणं तत्थ वुक्कमा नाणाविहजोणियासु पुढवीसु आयत्ताए वायत्ताए कायत्ताए कुहणत्ताए कंदुकत्ताए उन्वेहणियत्ताए निवेहणियत्ताए सढत्ताए छत्तगत्ताए वासाणियत्ताए कूरत्ताए विउद॒ति । तेऽवि जीवा तेंसि नाणाविह जोणियाणं पुढवीणं सीणेहमाहारेति । तेऽवि जीवा आहारेति पुढवीसरीरं जाव संतं । अवरेऽवि य णं तैसि पुढवीजोणियाणं आयत्ताणं जाव कराणं सरीरा नाणावना जाव मक्खायं एगो चेव आलावगो सेसा तिण्णि णत्थि ॥१२॥ અર્થ : શ્રી તીર્થ કર દેવોએ ઉપરોક્ત પ્રકારે સિવાય વનસ્પતિ આશ્રયે બીજા પ્રકારે પણ કહ્યા છે. આ જગતમાં પ્રાણીઓ પિતાનાં કર્મોથી ખેંચાઈને પૃથ્વી-ચેનિક (પૃથ્વીમાં જન્મ લે તે) વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે. જેનાં નામ વાય, કાય, કૂહાણ, કંદૂક, ઉવણીહીક, નિપહનીત, સછત્ર, છત્રગ, વાસાણિકાર, કુરનામા ઇત્યાદિ અનેક પ્રકારની વનસ્પતિ ઉત્પન્ન થઈ પૃથ્વીકાયને આહાર કરી પિતાની કાયા જેવું જ રૂપ બનાવે છે આ એક જ પ્રકાર જાણો. આ વનસ્પતિ અન્ય વનસ્પતિમાં ઉત્પન્ન થતી નથી. આ ઉપર જણાવેલી વનસ્પતિઓ પૃથ્વી-ચેનિક જ છે. તેની ઉપર બીજા કેઈ પ્રકારની વનસ્પતિ ઉત્પન્ન થતી નથી मूलम्- अहावरं पुरक्खायं इहेगतिया सत्ता उदगजोणिया उदगसंभवा जाव कम्म नियाणणं तत्थवुक्कमा नाणाविह जोणिएसु, उदएसु रुक्खत्ताए विउद्भृति ते जीवा तेसि नाणाविह जोणियाणं उदगाणं सिणेहमाहारेति । ते जीवा आहारेति, पुढवीसरीरं जाव संतं । अवरेडवि य णं तेसि उदगजोणियाणं रुक्खाणं सरीरा नाणावन्ना जाव मक्खायं । जहा पुढवीजोणियाणं रुक्खाणं चत्तारि गमा अज्झारुहाण वि तहेव । तणाणं ओसहीणं हरियाणं चत्तारि आलावगा भाणियव्वा एक्केक्के ॥१३॥ અર્થ : હવે અપકાય નિ એટલે જેનું જન્મ સ્થાન પાણી જ છે તેવી અપકાય એનિમાં વનસ્પતિનાં પ્રકારો પણ ઉત્પન્ન થાય છે. આવા જ પિતાનાં કમેને લીધે પાણીનાં સ્થાનમાં વનસ્પતિપણે ઉત્પન્ન થાય છે. આ ઉત્પન્ન થતાં જીવો પાણીને આહાર કરે છે. ત્યાં સ્થિર રહે છે અને વૃદ્ધિ પામે છે. અનેક પ્રકારની જાતિવાળા પાણીમાં જીવ ઉત્પન્ન થઈને વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે આ છો પાણીમાં રહેલાં સ્નિગધ આહારને ગ્રહણ કરી– વિવિધ પ્રકારનાં વર્ણ આદિથી યુકત થઈને શરીરરૂપે બને છે. જેમ
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy