SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગ સૂત્ર ૧૮૭ अबोहिया कम्मंता परपाण परियावणकरा कज्जति ततो विपडिविरता जावजीवाए ॥३६॥ અર્થ : અધર્મ પક્ષનું નિરૂપણ કરીને તેનાથી વિપરીત પક્ષ એ ધર્મપક્ષને વિચાર કરવામાં આવે છે કે- અધમી પુરૂષાથી અન્ય વૃતિ ધારણ કરવાવાળા મનુષ્ય પણ આ જગતમાં સ્થિત છે. તેઓ નિરારંભી, નિષ્પરિગ્રહી, ધર્મથી આજીવિકા ચલાવનારા, સુદર વૃતવાળા, શુભકાર્ય કરવાવાળા અને અઢારે પ્રકારનાં પાપથી નિવૃતિ લેવાવાળા તથા અજ્ઞાનવર્ધક સાવદ્ય કર્મથી અલગ રહેવાવાળા છે આવા જ પિતાનો સમય નિવૃત્તિમાં ગાળી આત્માને શુદ્ધ કરવામાં જીવન વ્યતીત કરે છે. આવા જ મરણ પછી શુભગતિને જ પામે છે. मूलम्- से जहानामए अणगारा भगवंतो ईरियासमिया, भासासमिया एसणासमिया आयाण भंडमत्त निक्खेवणा समिया, उच्चार पासवण खेल सिंधाण जल्ल पारिद्वावणिया समिया मणसमिया वयसमिया कायसमिया मणगुत्ता वयगुत्ता, कायगुत्ता गुत्ता त्तिदिया गुत्त बंभयारी अकोहा अमाणा अमाया अलोभा संता पसंता उवसंता परिनिन्बुडा अणासवा अग्गंथा छिन्त्रसोया निरुबलेवा कंसपाइव मुक्कतोया संखो इव निरंजणा, जीव इव अप्पडिहयगती, गगणतलं व निरालंवमाणा, बाउरिव अपडिबद्धा, सारद सलिलं इव सुद्धहियया, पुक्खरपत्तं व निरुवलेवा, कुम्मो इव तिदिया, विहग इव विप्पमुक्का, खग्गिविसाणं व एगजाया, भारंडपक्खी व अप्पमत्ता, कुंजरो इव सोडीरा, वसभो इव जातत्थामा, सीहो इव दुध्धरिसा, मंदरो इ व अप्पकंपा, सागरो इव गंभीरा, चंदो इव सोमलेसा, सूरो इव दित्ततेया, जच्चकंचणगं व जातरूवा, वसुंधरा इव सव्वफासवि सहा सुहुययासणो विव तेयसा जलंता ॥३७॥ અર્થઃ ઉપરનાં ગુણવાળા ધમી પુરૂષે બાહ્ય અને અત્યંતર પરિગ્રહથી રહિત થઈને સુસાધુ પણ બને છે. હવે એવા સાધુનાં ગુણ કેવા હોય? તે બતાવવામાં આવે છે. આવા સાધુ ભગવતો પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ યુક્ત હોય છે. ગુપ્ત ઈદ્રિયવાળા, બ્રહ્મચારી, કષાયરહિત ઉપશાંતમને વૃતિવાળા બની સયમને ધારણ કરનારા હોય છે આવા જીવાત્માઓ કર્મ પ્રવાહને છેદનારા બને છે આવા સાત્વિક પુરૂષે ભાવથી અપ્રતિબંધવાળા થઈ આકાશની માફક નિરાલબી બની વાયુસમાન રકટેક વિનાનાં વિહારી બને છે તેઓ શરદરતનાં જળસમાન નિર્મળ હૃદયવાળા હોય છે. કમળ જેવા નિલેપ રહે છે કાચબાની સમાન ગુપ્તેન્દ્રિય બને છે. પક્ષી સમાન મમત્વરહિત હોય છે. પિતાના એકત્વપણને જ સાધવાવાળા રાગ-દેષ રહિત થઈને વિચરે છે. ભારડ પક્ષી સમાન અપ્રમાદી, હાથી સમાન શુરવીર, વૃષભ સમાન બળવાન, સિંહ સમાન અપરાભવી પણાને પામે છે આવા સુસતો મેરૂ પર્વત સમાન અક૫, સમુદ્રસમાન ગંભીર, ચંદ્ર સમાન શીતળ, સૂર્ય સમાન પ્રદિપ્ત અને પ્રથ્વી સમાન સર્વ પ્રકારનાં સ્પશને આનંદથી સહન કરવાવાળા હોય છે. આવા તેજસ્વી ગુણોએ કરી સહિત સાધુ તેજરૂપ દેખાય છે.
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy