________________
સૂયગડાંગ સૂત્ર
૧૭૫ दिसादाह, मियचक्कं, वायस परिमंडलं पंसुटि, केसवुट्टि, मंसवुट्टि, रुहिरवुद्धि, वेतालि, अद्धवेतालि, ओसोणि, तालुघाउणि सोवागि सोवारि,दाििल, कालिंगि, गोरि गंधारि, ओवर्ताण, उप्पणि, जंभणि, थंभणि, लेणि, आमयकणि, विसल्लकरणि, पक्कमणि, अंतद्धाणि, आयमिणि, एवमाइआओ, विज्जाओ, अन्नस्सहेउं पउंजंति सयणस्सहेउं, परंजंति, अन्नसि वा विरूवरूवाणं कामभोगाणं हेउं पउंजति, तिरिच्छं ते विज्जं सेवेति, ते अणारिया विपडिवन्ना कालमासे कालंकिच्चा अन्नयराइं आसुरियाई, किविसियाई, ठाणाई उबवतारो भवंति ! ततोवि विप्पमुच्चमाणा भुज्जो एलमूयताए
तमअंधयाए पच्चायति ॥१८॥ અર્થ:- ઉપરોકત તેર પ્રકારની ક્રિયારૂપ પાસ્થાનકથી અન્ય પાપસ્થાનકે છે તે અહી બતાવવામાં
આવે છે આ જગતમાં વિવિધ પ્રકારનાં આચારવાળા, દષ્ટિવાળા, કર્મવાળા તથા અધ્યવસાયવાળા જી પાપશાસ્ત્રનો અભ્યાસ કરે છે. વિદ્યાઓના પ્રકાર નીચે મુજબ છે. આવી વિદ્યાના અભ્યાસથી આત્મકલ્યાણ થતું નથી પરંતુ અનેક પાપયેનિમાં જન્મ લઈ અનેક દુખેનો ત્રાસ તેમને ભેગવ પડે છે. કુવિદ્યાના નામ (૧) ભૂમિસ બંધીઃ જેનાથી ધરતીકંપ વિગેરેનું શુભાશુભ ફળ સુમિત થાય છે (૨) ઉત્પાત આકાશમાંથી લોહી આદિની વૃષ્ટિ થઈ અને તેનું ફળ બતાવવું (૩) રવપ્નનાં શુભાશુભ ફળ (૪) અંતરીક્ષ એટલે આકાશમાં થવાવાળા મેઘ (૫) અગેનુ ફરકવુ તેના ફળ (૯) પક્ષીઓનાં શબ્દને જાણવા અને તેનું ફળ (૭) પુરૂષ કે સ્ત્રીનાં અગમાં રહેલા પદમ, શંખ, જવ, ચંદ્ર આદિનાં ફળ અગર મસા, તલ, સ્ત્રીલક્ષણ, પુરૂષલક્ષણ વિગેરે (૮) અશ્વવિગેરે પશુઓનાં લક્ષણ (૯) ચક્ર, છત્ર, ચર્મ દડ, તલવાર, મણિ કાંગણી, ૨ન વિગેરેનાં લક્ષણ (૧૦) સૌભાગ્ય અને દુર્ભાગ્ય બતાવનાર મંત્ર (૧૧) ગર્ભ ધારણ કરવાની તથા સ્થિર કરવાની વિદ્યા (૧૨) વશીકરણ વિદ્યા (૧૩) ઉચ્ચાટન કેઈનુ પણ અહિત કરવાવાળી વિદ્યા (૧૪) ઈન્દ્ર જાલ વિદ્યા (૧૫) ક્ષત્રિય સબંધી વિદ્યા (૧૬) દ્રવ્ય હવન વિદ્યા (૧૭) ચદ્ર સૂર્ય શુક-બૃહસ્પતિની ગતિ સંબધી વિદ્યા (૧૮) ઉલ્કાપાત સંબંધી (૧૯) દિશા જવલત સ બધી (૧૮) વામમાં પ્રવેશ કરતા પશુદર્શન સબધી (૧૯) કૌવા આદિ પક્ષીઓની બેલી-ઉડવા સબધી (૨૦) ધૂળ-કેશ-માસ રૂધિરની વૃષ્ટિ પર શુભાશુભ ફળ સંબંધી (૨૧) વૈતાલી અર્ધ વૈતાલી અચેતવસ્તુઓથી ચૈતન્ય પ્રાણી જેવું કાર્ય કરાવવાની અને તેને પાછી ખેંચી લેવાની વિદ્યા (૨૨) મનુષ્યને મુછિત બનાવવાની વિદ્યા (૨૩) તાળા ખેલવાની વિદ્યા (૨૪) ચાંડાલી શાબરી-દ્રાવિડી કાલિંગી-બૈરી–ગાંધારી વિદ્યા (૨૫) અવતની એટલે કે વસ્તુ નીચે પાડવાની વિદ્યા (૨૬) ઉત્પતની–ઉપર ઉઠાવવાની વિદ્યા (૨૭) ઉડવાની વિદ્યા (૨૮). સ્થિર કરવાની વિદ્યા (૨૯) ચોટાડી દેવાની વિદ્યા (૩૦) રેગીને નીરોગી બનાવવાની (૩૧) દૂર જઈને અન્તર્ધાન થવાની (૩૨) નાની વસ્તુને મેટી, મેટી વસ્તુને નાની બતાવવાની આદિ પ્રાપ્તિ માટે કરે છે. આવી વિદ્યાઓને ઉપભેગ કરનાર પાખડીઓ મરણ પામી અસુર કિલ્લવી નામના દેવે થાય છે. ત્યાંથી ચવી આ સંસારમાં બહેરા મૂંગા અને જન્માંધપણે