________________
૧૫૨.
અધ્યયન ૧ चिट्ठति ।। जंपियं इमं समणाणं णिगंस्थाणं उदिह्र पणीयं वियंजियं दुवालसंगं गणिपिडगं, तं जहा-आयासे, सूयगडो जाव दिट्ठिवाओ, सव्वमेयं मिच्छा, ण एवं तहियं, ण एवं आहातहियं, इमं सच्चं इमं तहियं इमं आहातहियं ते एवं सन्नं कुव्वं ति, ते एवं सन्नं संहवेति, ते एवं सन्नं सोवढवयंति, तमेवं ते तज्जाइयं दुक्खं गातिउटुंति सउणी पंजरं जहा ॥ ते णो एवं विप्पडिवेदेति, तं जहा-किरियाइ वा जाव अणिरएइ वा, एवमेव ते विरूवस्वेहि कम्मसमारंभे हि विरूवरूवाइं कामभोगाइं समारंभंति भोयणाए, एवामेव ते अणारिया विप्पडिवन्ना एवं सदृहमाणा जाव इति ते णो हव्वाइ' णो पाराए,
अंतरा कामभागेसु विसण्णेति तच्चे पुस्सिजाए इसरकारणिएत्ति आहिए ॥१७॥ અર્થ : હવે વાવડીમાં ખૂચેલા ત્રીજા પુરુષનાં દૃષ્ટાંત વર્ણન કરતાં શ્રી ભગવાન કહે છે કે હે
શમણો ! ત્રીજા પુરુષનાં મત, દર્શન અને અભિપ્રાય પ્રમાણે આ જગતમાં એ એક ધર્મ મનાઈ રહ્યો છે કે સંસારનાં સમસ્ત જીવ કે અજીવ પદાર્થોને ઈશ્વરે બનાવ્યા છે આ જગત કરતા “ઈશ્વર” મહા બુદ્ધિમાન છે એમ ઈશ્વરવાદી વિચારકે કહે છે ચેતન, અચેતન વિગેરે પદાર્થોમાં જન્મ-મરણ, રેગ, શેક કે વર્ણ, ગંધ આદિ સર્વ સ્વભાવ ઈશ્વર પરિણિત છે ઈશ્વરમય જ આખુ જગત છે. ઈશ્વર જ જગતની ઉત્પત્તિ કરે છે. સહાર પણ કરે છે. વળી આ તમામ પદાથે કઈ કાળે ઈશ્વરલીન થઈ જાય છે આ કથનને સિદ્ધ કરવા માટે તેઓ દષ્ટાંત આપે છે. જેમ મનુષ્યનાં શરીરમાં ગુમડુ ઉત્પન્ન થાય છે તે ગુમડુ શરીરમાં વૃદ્ધિ પામે છે. લય પામે છે. અને શરીરમાં જ સ્થિત રહે છે. તે પ્રમાણે સર્વ પદાર્થો ઈશ્વરથી ઉત્પન્ન થાય છે. ઈશ્વરની વૃદ્ધિ પામે છે. ઈશ્વરના જ અનુગામી છે ઈશ્વરના આશ્રયમાં જ સ્થિત છે તેવી રીતે શરીરમાંથી શાક, દુઃખ ઉત્પન્ન થાય છેશરીરમાં વૃદ્ધિ પામે છે અને શરીરમાં જ વ્યાયી થઈ જાય છે જેમ રાફડે પૃથ્વીથી ઉત્પન્ન થઈ, વૃદ્ધિ પામી સ્થિત થાય છે. જેમ વૃક્ષ પૃથ્વીમાંથી ઉત્પન્ન થાય છે. જેમ પુષ્કરણે પૃથ્વીથી ઉત્પન્ન થઈ, વૃદ્ધિ પામી સ્થિત થાય છે. જેવી રીતે જળની ભરતી આવવાથી જળ ઉત્પન્ન થાય છે જળમાં વૃદ્ધિ થાય છે. અને જળમાં જ સ્થિત હોય છે. જેવી રીતે જળના પરપોટા જળમાં ઉત્પન્ન થાય છે યાવત્ જળમાં જ સ્થિત રહે છે. એમ સઘળાં ચરાચર પદાર્થો ઈશ્વરમાંથી જ ઉત્પન્ન થાય છે ઈશ્વરરૂપી પુરુષમાં જ લય પામે છે આખા જગતમાં “ઈશ્વર” નામનો જ એક મહાન આત્મા વ્યાપી રહ્યો છે. ઈશ્વરથી ભિન્ન કે પદાર્થ નથી આ ઉપરાંત ઈશ્વરવાદી કહે છે કે – શ્રમણ નિર્ચ દ્વારા ઉપદિષ્ટ, પ્રણિત, પ્રકાશિત, આચારાંગ આદિથી દષ્ટિવાદ સુધીના બારાગવાળું ગણિપિટક મિથ્યા છે. તથ્ય હિત છે તથા વસ્તુ સ્વરૂપના મર્મથી શૂન્ય છે. પરંતુ અમારે મત સત્ય છે. તથ્ય છે અને યથાર્થ છે. આ પ્રમાણે ઈશ્વર કારણવાદી કલ્પના કરે છે અને શિક્ષા આપે છે અને સભા વિગેરેમા સ્થાપના કરે છે. જેમ પાજરામાં બંધાયેલું પક્ષી, પાંજરાને તેડીને મુકત થઈ શકતું નથી, તે પ્રમાણે ઇશ્વર કારણવાદને સ્વીકાર કરવાથી ઉત્પન્ન થનાં દુઃખેને તેઓ નાશ કરી શકતા નથી.