________________
સૂયગડાંગ સૂત્ર
૯૫ . કરે નહિ ઉપસર્ગ આવે ત્યારે દીન બને નહિ. ઉપસર્ગને નિર્જરાનુ કારણ જાણી પ્રસન્ન
ભાવે તે સહન કરે. मूलम्- हम्ममाणो ण कुप्पेजा, वुच्चमाणो न संजले ।
सुमणे अहियासिज्जा, ण य कोलाहलं करे ॥३१॥ અર્થ છે કે વ્યકિત સાધુને લાકડી આદિનો પ્રહાર કરે, ગાળ આપે, દુર્વચનો બોલે, વચનથી
આકૃષ્ટ કરે. તે પણ સાધુ તેની ઉપર કેધ કરે નહિ મનથી પણ શ્રેષ ન કરે. પ્રસન્નચિત્તથી સહન કરે. તેવા માણસ ઉપર મનથી પણ રાગ દ્વેષ ન કરે. તેમ જ તેને વિપરીત વચન
પણ ન કહે. मूलम्- लद्वे कामे ण पत्थेज्जा, विवेगे एवमाहिए ।
आयरियाई सिक्खेज्जा, बुद्वाणं अंतिए सया ॥३२॥ અર્થ: સાધક ભિક્ષુક પ્રાપ્ત થતાં કામોને ગ્રહણ કરવા ઈચ્છા રાખે નહિ તેનું સેવન કરે નહિ.
કદાચ તપના પ્રભાવથી કઈ જાતની લબ્ધિ પ્રાપ્ત થાય તો પણ તેનો ઉપયોગ કરે નહિ. ભેગે માટે નિદાન ન કરે. ગુરૂવાસમાં રહી આચાર્ય પાસે સદા જ્ઞાન, દર્શન, ચારિત્ર્ય
અને તપ વિગેરે સ્વસ્વરૂપની ક્રિયારૂપ શિક્ષા ગ્રહણ કરી સંયમનું પાલન કરે मूलम्- सुस्सूसमाणो उवासेज्जा, सुप्पन्नं सुतवस्सियं । ..
वीरा जे अत्तपन्नेसी, धितिमन्ता जिइंदिया ॥३३॥ અર્થ : શાને સાંભળવાની ઈચ્છાવાળે ભિક્ષુક સાધક-ગીતાર્થ તથા સારા તપસ્વી ગુરુની સેવા
કરીને જ્ઞાનની ઉપાસના કરે. જે પુરૂષ કર્મનું વિદારણ કરવામાં સમર્થ છે. ધૈર્યવાન તેમ જ જિતેન્દ્રીય છે. આત્મ-પ્રજ્ઞવંત છે તે જ સાધક આત્મ-જ્ઞાન અથવા આત્મ કલ્યાણની ગવેષણ
કરવામાં સમર્થ બને છે. मूलम्- गिहे दीवमपासंता, पुरिसादाणिया नरा।
ते वीराबंधणुम्मुक्का, नावकंखंति जीवियं ॥३४॥ અર્થ : ગૃહવાસમાં જ્ઞાનપ્રાતિનો માર્ગ મળ દુર્લભ જાણી જે સાધકે પ્રવજ્યા લઈ ઉત્તરોત્તર
ગુણની વૃદ્ધિ કરતાં રહે છે તેવા જ્ઞાની પુરૂષને આશ્રય કરે એગ્ય જાણવો. જે પુરૂ કર્મબંધનથી મુકત છે તે જ પુરૂષ જીનાં આધારરૂપ છે. આવા સાધકે અસંયમી જીવન
ઈચ્છતાં નથી. मूलम्- अगिद्वे सद्दफासेसु, आरंभेसु अणिस्सिए ।
सव्वं तं समयातीतं, जमेतं लवियं वहु ॥३५॥ અર્થ : સાધુ મનહર શબ્દ, રૂપ, રસ, ગંધ આદિ વિષમાં આસકત ન થાય. પાપકારી કાર્યોથી
દૂર રહે એ ઉપગ સાધકે સતત રાખવું જરૂરી છે. જીવહિંસા તે જ આરભ છે અને જન્મમરણ આદિનાં હેતુરૂપ છે. એમ જાણી આરંભ પરિગ્રહથી સાધકે દૂર રહેવું આ