SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગ સૂત્ર આરંભ ન કરે. તેઓને પરિગ્રહ પણ ન કરે. તેમને પરિતાપ થાય તેવા કાર્યોથી અલગ રહે, સર્વ જીવને જ્ઞાનથી જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેને આરંભ એટલે હિંસાને ત્યાગ કર ઘટે એ સાધુધર્મને આચાર છે मूलम्- मुसावायं बहिवं च, उग्गहं च अजाइया। . सत्थादाणाइं लोगंसि, तं विज्जं परिजाणिया ॥१०॥ અર્થ ? અસત્ય વચન બોલવું, મિથુન સેવવુ, પરિગ્રડ ગ્રહણ કરે, અદત્ત વસ્તુને લેવી તે સર્વ આ જગતમાં શસ્ત્ર સમાન છે. તથા આઠ પ્રકારનાં કર્મ બંધનનાં કારણરૂપ છે. એમ જાણીને સાધુપુરૂષે પ્રત્યાખ્યાનથી તેને સર્વથા ત્યાગ કરે. અને પંચમહાવ્રત રૂપ સંયમમાં જાગૃત બનવું. તે આત્મશ્રેયનું કારણ છે. मूलम्- पलिउंचणं च भयणं च, थंडिल्लुस्सयणाणि या । धूणादाणाई लोगंसि, तं विज्जं परिजाणिया ॥११॥ અર્થ : સાધક માયા, કપટ, લોભ, ધ અને માન એ સર્વ કક્ષાનો ત્યાગ કરે બુદ્ધિમાન પુરૂષ તેને કર્મબંધનનુ કારણ સમજે છે સાધકની સર્વ ધાર્મિક ક્રિયાઓને માયા-કપટ નામને કષાય નિષ્ફળ બનાવે છે. લેભ આત્માને વિવેકશૂન્ય બનાવે છે. કે જ્ઞાનની હાનિ કરે છે. એમ જાણે આત્માથી જીવોએ કષાયથી દૂર રહેવું. मूलम- धोयणं रयणं चेव, बत्थीकम्मं विरेयणं । वमणंजणं पलीमंथं, तं विज्जं परिजाणिया ॥१२॥ અર્થ: હાથ, પગ, વસ્ત્ર વિગેરેને ધોવા અને રગવા તથા રેચ લે. દવા લઈ વમન કરવું, આંખમાં અંજન કરવું તથા શરીરની શોભા માટે જે કાંઈ કરવું તે બધા સયમના ઘાતક છે. તેનાં વિપાકે દુઃખરૂપ જાણીને વિદ્વાન મુનિએ તે સર્વ કાર્યનો ત્યાગ કરવો. એ સાધકને કલ્યાણરૂપ છે. मूलम्- गंधमल्लसिणाणं च, दंतपक्खालणं तहा । परिग्गहित्थिकम्मं च, तं विज्जं परिजाणिया ॥१३॥ અર્થ : શરીર કે વસ્ત્રમાં સુગંધી પદાર્થો લગાડવા, ફૂલની માળા પહેરવી, સન્માન કરવું, વિના કારણે દાંત દેવા, પરિગ્રહ રાખવે, સ્ત્રી સેવન કરવું તથા હસ્ત કર્મ કરવુ તથા વિકારના વિચારેને સેવવા આ બધા કાર્યો સાધકને અશુભ બંધનનાં કારણે જાણવા. આ બધા અનુષ્ઠાનો જન્મમરણના હેતુ જાણી તેમને તજવા मूलम्- उद्देसियं कीयगडं, पामिच्चं चेव आहडं । पूर्व अणेसणिज्जं च, तं विज्जं परिजाणिया ।।१४।। અર્થ : સાધુને દાન આપવાની ભાવનાથી સાધુ માટે બનાવેલ આહાર, વેચાણ લાવેલ તેમ જ ઉધાર લાવેલ આદિ આધાકમી આહારથી મિશ્ર થયેલ આહાર તથા સામે આવીને સાધુને
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy