________________
તેવીસમું
સ્થાનાંગસૂત્ર
૨૦૯
આચારાંગની રચના (સ્થાપના) કરવામાં આવી. કારણકે તીર્થનું રહેવું, ટકવું તે આચારને આધારે છે. સર્વ વિરતિના આચારે તીર્થની ઉત્પત્તિ, ટકવું, ચાલવું છે, તેમ હેવાને લીધે નિગ્રંથ સિવાચ તીર્થ જ નહિ એમ કહેવાય છે. અફળ દેશના
પર્યુષણમાં સાંભળીએ છીએ-દશ આશ્ચર્યો. તેમાં અભાવિતા પર્ષ નામનું આશ્ચર્ય કહીએ છીએ. ભગવાન મહાવીરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. સસરણ દેવતાએ રચ્યું. ભગવાને દેશના દીધી પણ કેઈને વિરતિ થઈ નહિ. દેશનાને નિષ્ફળ ગણી, જોકે કેટલાક સમ્યકત્વ પામ્યા. સમ્યકત્વ અને ચારિત્રને સંબંધ
સભ્યત્વ પ્રાપ્ત થયું તે ચારિત્રને આવ્યા વિના છૂટકે નથી. સમ્યકત્વ આવ્યા પછી પતિત ન થાય તે સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ ભગવાઈ જાય ત્યારે ચારિત્ર આવ્યે જ છૂટકે. સમ્યકત્વને પૂછડે ચારિત્ર બંધાયેલું છે, પણ ચારિત્રને પૂંછડે સભ્યત્વ બંધાયેલું નથી. પહેલાં વિરતિ મળી ગઈ સમ્યક્ત્વ વગરની તે વિરતિને દ્રવ્ય-ચારિત્ર-દ્રવ્યવિરતિ કહીએ છીએ પણ તેની સાથે સમ્યકત્વ બંધાયેલું નથી. ચારિત્ર-આચાર એ અનંતી વખત આવી જાય પણ સમ્યત્વે અનંતી વખત આવે નહિ, સમ્યકત્વ વધારેમાં વધારે વખત અસંખ્યાત વખત આવે.
એક માણસ જાસુસી કરવા આવે તે રાજ્યની સુખ સમૃદ્ધિ બધું દેખે છે, અનુભવે છે પણ તેનું ધ્યેય એક જ કે ચઢતી રાજાની કરવી છે. સુખ, સુધારે, સમૃદ્ધિ બધું દેખે. અપરિમિત ગુણે છતાં કયાં પિલ છે તે દેખવી છે. કિલ્લે આખે મજબૂત હોય, ખાં ક્યાં પડે તેવો છે તે જુએ. રાજ્યમાં પિલ જ્યાં