________________
૩૦૮ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન જીવ શરીર એને છોડે, એને એ છેડે પણ હિંસાદિકે પાપસ્થાનકમાં એકજ નિયમ છે. પાપ જીવને છોડે નહિ. જીવને જ પાપ છોડવું પડે. તેથી પ્રાણાતિપાત-વિરમણ કહેવું પડયું. જગતમાં પાપ છે, છે અને છે. હિંસા છે, છે અને છે. તું ધારે કે ડિસા જાય પણ એ કઈ દિવસ જવાની નથી માટે તારે જવું હોય તે તું જા. આથી પ્રાણાતિપાતથી હું વિરમું છુ એમ રાખ્યું. થાંભલે ન છેડે તેથી મનુષ્ય થાંભલે ન છોડ? મનુષ્ય તે બાથ કાઢી નાખવી જ જોઈએ. જીવે તે જરૂર નીકળી જવું જ જોઈએ. એ જરૂરિયાત જણાવવાને અંગે અહીં પંચમી છે.
જ્યારે વિરમણ કરું છું ત્યારે જ હું બચું છું. અવિરતિથી કમ આવતાં હતાં એમ “વિરમણ” શબ્દ અવિરતિને ખ્યાલ લાવે. આથી અવિરતિથી કર્મો આવે છે એમ જાણીને, એનાથી ડરીને અને એ કર્મ બંધ કરવાને “વિરમણ શબ્દ મેલવાની જરૂર છે. . વિરતિ કે વ્રત ન લેતાં “વિરમણ” શબ્દ કેમ લીધે ? વિરમણમાં “મના પ્રત્યયથી ભાવ-પ્રત્યય લીધે તે તે કયા કાળને અંગે વિરમણમાં અન એકે કાળને પ્રત્યય નથી ?
વ્યાખ્યાન ૨૩ તીર્થનાં આધાર - ગણધર મહારાજા શ્રીમાન સુધર્માસ્વામીજી મહારાજે ભવ્ય જીના ઉપકારને માટે શાસનની પ્રવૃત્તિ માટે અને મોક્ષમાર્ગ વહેતે રહે તે માટે દ્વાદશાંગીની રચના કરતા થકા જે પૂર્વની પહેલાં રચના કરી હતી તેને પહેલાં સ્થાપન નહિ કરતાં પહેલવહેલાં આચારાંગનું સ્થાપન કર્યું. બાર અંગોમાં