________________
૨૯૦ સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન સાચવી શકાય છે. છ કાયની દયાને અંગે ગીતાર્થને મુખત્યારનામું આપ્યું તે આપણને ચિંતા નહિ. જે બેલે તે તારા જોખમે. મુખત્યારનામું આપ્યું. કાં તે બાળગંગાધર તિલકની પેઠે પિતે બચાવ કરવા ઊભા રહે કે કાં તે વકીલને મુખત્યારનામું આપે. કાં તે છયે જીવનું સંપૂર્ણ જ્ઞાન કરે કે કાં તો છના જ્ઞાનવાળાને મુખત્યારનામું આપો. જમનાભાઈ, ભેળાભાઈ ભાગીદાર થાય. કંપની ચલાવે. એમના ઘરનું ખર્ચ પેઢીના ખાતે લખાય. આ સ્થિતિ કયારે હોય? પૂરી સ્થિતિ હેય તે. વાં પડે કે વકીલની નેટિસ (Notice). એક વખત એ આવી ગઈ તે વકીલની હાજરી વિના બેલે નહિ. એક વખતના બે આવા ભાગીદારે. તકરારનું રૂપ આવ્યું ત્યાં વકીલની હાજરી સિવાય એક શબ્દ બલવાને નહિ. તેમ આ જીવ આ સંસારની સાથે અનાદિને ભાગીદાર છે, પણ જ્યારે માલમ પડયું કે એ તે જડ અને હું ચેતન એટલે વાંધે પડે. પછી તે આ વકીલની હાજરી સિવાય તારે મારે લેવા દેવા નહિ. વાતચિત કરવાની નહિ. એ સ્થિતિમાં આવી જાય તે મિલકતનું રક્ષણ કરી શકે. નોટીસ દેવાઈ, પછી ઘાલમેલ કરે તે-ગફલત કરી તે આ દસ્તાવેજ ઊડી જાય. છ
જીવનિકાયને ન જાણતો હોય તે પણ વકીલને વચમાં રાખીને વાત કરે તે કઈ દિવસ ફસાય નહિ. છ જવનિકાયની દયા એ શહેનશાહત; એનું નિરૂપણ કરનાર એ શહેનશાહ. એ મહાપુરુષ એક જ. છ જવનિકાયને છ જવનિકાય તરીકે જણાવનાર મહાપુરુષ એક જ છે જીવનિકાયની શ્રદ્ધા થાય તે જ જૈનત્વ છે. ત્રસમાં આપણી બુદ્ધિ ચાલે. જેમાં આપણી બુદ્ધિ ન ચાલે તેમાં એ જે કાંઈ કહે તે હિતને માટે એવી