________________
૨૬૮ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન વિચારો. આંધળો દેખે નહિ એની પ્રવૃત્તિ સાધ્ય વગરની હેય. પાંગળું દેખે, પણ પ્રવૃત્તિ કરવાની નથી. અને લાઈમાંથી બચી શકે નહિ. લાંતરે જઈ શકે નહિ તે દેખ્યાનું ફળ શું? જ્ઞાન તે થયું છે ને? જેમ આગનું દેખવું એ બચાવ કરનાર ન હોવાથી વ્યર્થ જાય છે. દુનિયાદારીમાં છેકરાને અંગે, આગને અંગે થયેલું જ્ઞાન, જ્ઞાન જ્ઞાનરૂપે ફળદાયી નથી એ જોઈ શક્યા. જે આંખો ન હોય તે દાવાનળમાંથી બચી શકવાને નહિ. ઊલટે એવા ખાડામાં જઈ પડે કે મોડો મરતો હોય તે વહેલો મરે. ક્રિયારૂપે જ્ઞાનની ઉપયોગિતા. - જ્ઞાન છે ઉપયોગી, પણ તે ઉપયોગી જ્ઞાનરૂપે નહિ. ત્યારે જ્ઞાન કયા રૂપે ઉપયોગી? જ્ઞાન એ કિયાના સાધનરૂપે ઉપયોગી છે. અલપ જ્ઞાન પણ જે કિયાની સિદ્ધિ કરનાર થયું છે તે ઉપાગી. મેટું જ્ઞાન જે કિયાની સિદ્ધિ કરનાર ન થયું તે તે નકામું. જેને પાપથી બચવાનું કાર્ય કરી લીધું, તે એટલું જ માત્ર જ્ઞાન ધરાવે કે પાપથી બચવું, વધારે નહિ તે એટલું જ્ઞાન ધરાવનારો જે પાપથી બચી ગયે તે તેને માટે બધાં ગુણઠાણાં ખુલાં. પાપના જ પરિવારની આવશ્યકતા
બારમાં ગુણઠાણાને છેડે અને તેમાં ગુણઠાણની શરૂઆતમાં કેવળજ્ઞાન થવાનું પણ તેને પહેલાં સમયે આઠપ્રવચનમાતાનું જ્ઞાન હોય છે. બારમા ગુણઠાણને છેડે આટલું જ્ઞાન હેય. ઉત્તરાધ્યયનના એ (પ્રવચનમાયા ૩૦ ૨૪) નામના અધ્યયનનું ગાન લેવું નહિ. જ્ઞાન નડતું નથી પણ પ્રકરણ નડે છે. જઘન્યનું પ્રકરણ લેવાનું હોવાથી એ ઉત્તરા