________________
૨૧૨ સ્થાનાંગસૂત્ર
( વ્યાખ્યાન ત્રણ ડગલાં છેટાં જવાય નહિ. સંયમના સાધનની બુદ્ધિ સિવાય જે કાંઈ પણ લેવું તેનું નામ “પરિગ્રહ. તેનાં પચ્ચકુખાણ હેય; નહિ કે રાગ કે દ્વેષનાં. પાંચમે સ્થાને મેલવાથી કમ નક્કી થશે.
હવે એક એકની વ્યાખ્યા જણાવવી જોઈએ. હિસાવિરમણ શબ્દ કેમ ન કહ્યું? અને પ્રાણાતિપાત વિરમણ કેમ કહ્યું? આને સ્વરૂપ થકી ક્રમે વિચાર કરવામાં આવશે.
------–
ઋાના-
વ્યાખ્યાન ૧૬
કાર્ય કરનાર આચાર
ગણધર મહારાજા સુધર્માસ્વામીજીને ભવ્ય જીના ઉપકારને માટે, શાસનની પ્રવૃત્તિ માટે, મોક્ષમાર્ગનું સાધ્ય સિદ્ધ કરાવવા માટે, દ્વાદશાંગની રચના કરતા થકા આચારવિચારની વ્યવસ્થા કરવાની હતી, છતાં પહેલાં વ્યવસ્થા આચારની રાખી. કારણકે શાસનની પ્રવૃત્તિ, વધવું ટકવું એ આચાર ઉપર આધાર રાખે છે. દ્રવ્ય થકી પણ ત્યાગી થયેલ હોય, ત્યાગના પરિણામ ન પણ હેય-આચારની વ્યવસ્થા પૂર્વકને ત્યાગી હોય તો તેને ત્યાગી માનવા તૈયાર છીએ. આગળ જતાં વિચાર એ કાર્ય કરનારી સ્વતંત્ર ચીજ નથી; આચાર એ કાર્ય કરનારી ચીજ. :